________________
ઉસત્ર સંખ્યા ભગવતી શ. ૧૩ ઉ. ૧–.
જનના નરકાવાસમાં સંખ્યાતા અને અસંખ્યાતા એજનના નરકાવાસમાં અસંખ્યાત ઊપજે છે.)
ગૌતમ: હે ભગવન્ ! નારકીમાં કૃષ્ણપક્ષી ઊપજે છે કે શુકલપક્ષી] ઊપજે છે?
મહાવીર ઃ હે ગૌતમ! કૃષ્ણપક્ષી પણ ઊપજે છે અને શુકલપક્ષી પણ ઊપજે છે.
ગૌતમ : હે ભગવન ! નારકમાં સંશી ઊપજે છે કે અસંશી ઊપજે છે ?
મહાવીર : હે ગૌતમ ! પહેલી નારકીમાં સંસી પણ ઊપજે છે અને અસંસી પણ ઊપજે છે. અને બાકીની છ નરકમાં સંસી જ ઊપજે છે.
ગૌતમ : હે ભગવન્! નારકીમાં ભવી ઊપજે છે કે અભવી ઊપજે છે ?
મહાવીર : હે ગૌતમ ! ભવી પણ ઊપજે છે અને અભવી પણ ઊપજે છે.
ગૌતમઃ હે ભગવન્ ! નારકીમાં મતિજ્ઞાની ઉપજે છે કે શ્રુતજ્ઞાની ઊપજે છે કે અવધિજ્ઞાની ઊપજે છે કે મતિજ્ઞાની શ્રુતજ્ઞાની તથા વિર્ભાગજ્ઞાની ઊપજે છે ?
મહાવીર : હે ગૌતમ! પહેલીથી છઠ્ઠી નારકી સુધી મતિજ્ઞાની આદિ ૩ જ્ઞાનવાળા અને મતિઅજ્ઞાન આદિ ૩ અજ્ઞાનવાળા ઊપજે છે. અને સાતમી નારકીમાં ફકત ૩ અજ્ઞાનવાળા જ ઊપજે છે.
Oએ રીતે ત્રીજી નારકીમાં કાપત, નલલેશ્યાવાળા અને ચોથી નારકીમાં નીલેશ્યાવાળા અને પાંચમી નારકીમાં નીલકૃષ્ણલેશ્યાવાળા અને છઠ્ઠી સાતમી - નારકીમાં કૃષ્ણલેશ્યાવાળા કહેવા.
@જે જીવોનું સંસાર પરિભ્રમણ અર્ધ પુલ પરાવર્તનથી વધુ બાકી છે એને કૃષ્ણપક્ષી કહે છે.
Lજે છાનું સંસાર પરિભ્રમણ અર્ધા પુદ્ગલ પરાવર્તન સુધી બાકી છે તેને શુકલપક્ષી કહેવાય છે.--