________________
શ્રી ભગવતી ઉપમા જ્ઞાન, દર્શન અને આત્મત્વ વિષે વિશેષ વ્યાખ્યા
ગૌતમ? હે ભગવન! આત્મા જ્ઞાનસ્વરૂપ < છે કે અજ્ઞાન] સ્વરૂપ છે?
- મહાવીરઃ હે ગૌતમ! આત્મા કદાચિત જ્ઞાનરૂપ છે અને કદાચિત્ અજ્ઞાનરૂપ પણ છે. પરંતુ તેઓનું જ્ઞાન તે અવશ્ય આત્મ સ્વરૂપ છે.
ગૌતમ? હે ભગવન ! નૈરયિકને આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ?
મહાવીર : હે ગૌતમ! નૈરયિકોને આત્મા કદાચિત જ્ઞાનરૂપ છે, અને કદાચિત્ અજ્ઞાનરૂપ પણ છે. પરંતુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરૂપ છે. તે
એ પ્રમાણે ૧૯ દંડક (સ્થાવરના પાંચ દંડક વજીને) માટે પણ ઉપરોક્ત કથન પ્રમાણે સમજવું.
- ગૌતમહે ભગવન્! પૃથ્વીકાયિકને આત્મ જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ?
મહાવીરઃ હે ગૌતમ! પૃથ્વીકાયિકને આત્મા અવશ્ય અજ્ઞાનરૂપ છે, અને તેઓનું અજ્ઞાન પણ અવશ્ય આત્મરૂપ છે. એ પ્રમાણે થાવત્ વનસ્પતિકાયિકો સુધી પાંચ સ્થાવરો માટે જાણવું.
ગૌતમ? હે ભગવન ? આત્મા દર્શાનરૂપ છે કે તેથી દર્શન બીજું છે?
મહાવીરઃ હે ગૌતમ! આત્મા અવશ્ય દર્શનરૂપ છે અને દર્શન પણ અવશ્ય આત્મા છે.
ગૌતમ? હે ભગવન્! નૈરયિકને આત્મા દર્શનરૂપ છે ? કે નૈરયિકનું દર્શન તેથી અન્ય છે?
< જ્ઞાન-એટલે સમ્યફજ્ઞાન એમ સમજવું. | અજ્ઞાન એટલે મિયાજ્ઞાન. એ પ્રમાણે અર્થ ગ્રહણ કરે.