________________
२२
in
શ્રી ભગવતી ઉપક્રમ
- તે વખતે શ્રાવતી નગરીમાં “શંખ” વગેરે ઘણા શ્રાવકે રહેતા હતા. તેઓ જીવ-અજીવ વગેરે તને જાણનારા હતા તથા અતિ ધનિક હતા. શંખને ઉત્પલા નામની શ્રમણોપાસિક સ્ત્રી હતી.
એક વખત મહાવીર સ્વામી શ્રાવસ્તીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. તેમના પધાર્યાની વાત સાંભળી બધાં તેમનાં દર્શને નીકળ્યાં. શ્રમણભગવંત મહાવીરે પણ તે મોટી સભાને ધર્મકથા કહીં. તે શ્રમણોપાસકેએ પણ મહાવીર ભગવાન પાસે ધર્મ સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેમને નમન કર્યા અને પ્રશ્નો પૂછયા તથા તેના અર્થો ગ્રહણ કર્યા. પછી ઊભા થઈ ત્યાંથી તેઓએ શ્રાવતી નગરી તરફ જવાને વિચાર કર્યો.
પછી શંખે તે બધા શ્રમણોપાસકોને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! તમે પુષ્કળ ખાન-પાન વગેરે તૈયાર કરાવે; પછી આપણે તે બધાને આસ્વાદ લેતા તથા પરસ્પર દેતા અને ખાતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિહરીશું. તે બધા શ્રાવકોએ શંખનું વચન વિનયપૂર્વક સ્વીકાર્યું.
પરંતુ, ત્યાર બાદ તે શંખને એ સંકલપ થયો કે, અન્નપાનાદિને આસ્વાદ લેતા, પરસ્પર દેતા-ખાતા પાક્ષિક પૌષધ ગ્રહણ કરીને રહેવું એ મારે માટે શ્રેયસ્કર નથી, પરંતુ પૌષધશાળામાં બ્રહ્મચર્ય પૂર્વક, મણિ અને સુવર્ણ ત્યાગ કરી, ચંદન, વિલેપન, શસ્ત્ર અને મુસલ વગેરેને ત્યાગી,
શ્રાવક પોતાના ૧૧મા વ્રતની આરાધના બે પ્રકારે કરી શકે છે, (૧) પૌષધપવાસ (૨) અને પૌષધ, પ્રથમ પૌષધોપવાસમાં (૧) અશનાદિ ચારે પ્રકારના આહારનો ત્યાગ, (૨) અબ્રહ્મચર્યનો ત્યાગ, (૩) મણિ અને સુવર્ણના અલંકારને ત્યાગ, (૪) માળા ધારણ કરવી તથા વિલેપન આદિનો ત્યાગ, તથા (૫) શસ્ત્રાદિ પ્રવર્તાવવાનો ત્યાગ. આ પાંચેય સાવદ્ય પ્રવૃત્તિના ત્યાગપૂર્વક સંવરકરણથી આત્માને પોષણ કરવાની વિધિની આરાધના કરવાની હોય છે.
બીજે પ્રકારે “પૌષધ” તેમાં ઉપરોકત પાંચ પ્રતિજ્ઞામાંથી પ્રથમની અનાદિ ચારે પ્રકારના ત્યાગ સિવાય, શેષ ચાર પ્રતિજ્ઞા પાળવાની હોય છે. શંખાદિ શ્રમણોપાસક વર્ગ ઉપરોકત બન્ને પ્રકારે ૧૧મા વ્રતની આરાધના કરતા હતા. તેમાંથી આ પ્રસંગ સમયે બીજા પ્રકારનું પૌષધ કરેલ હતું.