________________
આઠ આત્માને વિચાર ભગવતી . ૧૨. ઉ. ૧૦
૨૬૫ [૨] કષાયાત્માને બીજા આત્મા સાથે સંબંધ
કષાયાત્મામાં ઉપર બતાવ્યા પ્રમાણે દ્વવ્યાત્મા, ઉપગાત્મા અને દર્શનાત્માની નિયમા સમજવી.
જેને કષાયાત્મા હોય તેને ગાત્મા અવશ્ય હોય છે. કારણ કે કઈ . પણ સકષાયી અગી (મન, વચન, કાયાના રોગરહિત) હેતે નથી. અને અયોગી કેવલી તથા સિદ્ધોને કષાયે હોતા નથી. તેથી કષાયાત્મા હોય તેને ગાત્માની નિયમા જાણવી. પરંતુ જેને ગાત્મા હોય તેને કષાયાત્મા હોય અને ન પણ હોય. કારણ કે સગી સકષાયી, અને અકષાયી એમ બન્ને પ્રકારના હોય છે. સગી હોવા છતાં ઉપશાંતકષાયી અને ક્ષીણકષાયીને (૧૧ મા, ૧૨ મા, અને ૧૩ મા ગુણસ્થાનવતી જીવોને) કષા હેતા નથી. તેથી ગ્યાત્મામાં કષાયાત્માની ભજના.
કષાયાત્મા અને જ્ઞાનાત્માની પરસ્પર ભજન જાણવી. કારણ કે કષાયાત્મા હોય તેને જ્ઞાનાત્મા કદાચ હેય અને કદાચ ન હોય. કારણ કે સકષાયી સમ્યફષ્ટિને જ્ઞાનાત્મા હોય. પરંતુ મિથ્યાષ્ટિ સકવાયીને જ્ઞાનાત્મા હેતે નથી. તે જ પ્રમાણે, જ્ઞાનાત્મા (સમ્યફાન) હેય તેને કષાયાભા (કષાયો) કદાચ હેય અને કદાચ ન હોય. કારણ કે જ્ઞાનાત્મા છે. તેને ૧૦ મા ગુણસ્થાન સુધી અ૯પ-અધિક અંશે કષાયે હોય છે. પરંતુ ૧૧ મા, ૧૨ મા, ૧૩ મા, અને ૧૪ મા, ગુણસ્થાનવર્તી અને સિદ્ધોને કષાયો નથી. તેથી જ્ઞાનાત્મા હોય તેને કષાયાત્માની ભજના અને કષાયાત્મામાં જ્ઞાનાત્માની ભજના સમજવી.
કષાયાત્માની અને ચારિત્રાત્માની પરસ્પર ભજના સમજવી. કારણ કે જેને કષાયાત્મા હોય તેને પ્રમત્ત સંયતિ (ઋાધુ)ની પેઠે કદાચ ચારિત્ર હોય અને અસંયતની પેઠે કદાચ ન પણ હોય. તેવી જ રીતે, જેને ચારિત્રાત્મા હોય તેને કષાયાત્મા કદાચ હોય. અને કદાચ ન હોય. સામાયિકાદિ ચારિત્રવાળાને કષાયે હોય છે. અને યથાખ્યાત ચારિત્રવાળાને કષાયે હેતા નથી. તેથી કષાયાત્મામાં ચારિત્રાત્માની ભજના અને ચારિત્રાત્મામાં કપાયાત્માની ભજના. જેને કષાયાત્મા હોય છે તેને વર્યાત્મા ૩૪