________________
ભવભ્રમણ ભગવતી શ. ૧૨ ઉ. ૭
૨૫૩ ન હોય. જેમ કે બકરીઓના વાડાનું દૃષ્ટાંત. નરક આદિ સર્વ સ્થાનમાં સર્વ જીવ ત્રણ સ્થાવરપણે અનંતી વાર ઉન્ન થયે છે. પરંતુ ત્રીજા દેવકથી બારમા દેવલેક સુધી તથા નવયકોમાં દેવીપણે ઉન્ન થયે નથી.
ગૌતમ : હે ભગવન્ ! આ જીવ સર્વ જીવોના માતાપણે, પિતાપણે, ભાઈપણે, બહેનપણે, સ્ત્રીપણે, પુત્રવધૂપણે ઉખન્ન થયે છે ?
મહાવીર ઃ હા. ગૌતમ! અનેક વાર અથવા અનંતી વાર ઉન્ન થયે છે. એ રીતે, સર્વ જીવ પણ આ જીવનાં માતા-પિતા આદિ પરિવારપણે ઉન્ન થયા છે.
ગૌતમ હે ભગવન ! આ જીવ સર્વ જીના શત્રુપણે, વેરીપણે, ઘાતકપણે, વધકપણે, પ્રત્યનીકપણે અને મિત્રપણે ઉન્ન થયે છે?
મહાવીરઃ હે ગૌતમ! અનેક વાર અથવા અનંતી વાર ઉસન્ન થયું છે. એ રીતે આ જીવ સર્વ જીવેના રાજા તરીકે, યુવરાજ તરીકે યાવત્ સાર્થવાહ તરીકે, દાસપણે, ચાકરપણે, શિષ્યપણે, શત્રુપણે અનેક વાર અથવા અનંતી વાર ઉસન્ન થયા છે અને સર્વ જીવ પણ આ રીતે આ જીવના રાજાપણે યાવત્ શત્રુપણે અનેક વાર અથવા અનંતી વાર ઉપ્તન્ન થયે છે. કેમ કે લેક શાશ્વત છે, અનાદિ છે, જીવ નિત્ય છે. પોતાના કર્માનુસાર જન્મ-મરણ કરે છે, એથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
છે જેમ કેઈ પુરુષ ૧૦૦ બકરીઓ માટે એક વિશાળ વડે બનાવરાવે અને એમાં ઓછામાં ઓછી એક, બે, ત્રણ અને અધિકમાં અધિક એક હજાર બકરીઓને રાખે અને એમાં એને માટે ખૂબ ઘાસ-પાણી નાખી દે. જે બકરીઓ ત્યાં ઓછામાં ઓછા એક, બે, ત્રણ દિવસ અને વધુમાં વધુ છ મહિના સુધી રહે તે એ વાડાનો એવો કઈ પરમાણુ પુદગલ માત્ર પ્રદેશ તે બકરીઓની લીંડી, પેશાબ આદિથી તથા ખરી, નખ, આદિથી અસ્પર્શિત રહી જાય પણ ખરો. પરંતુ આ વિશાળ લોકમાં લેકનાં શાશ્વત ભાવની અપેક્ષાથી કર્મોની અધિકતાની અપેક્ષાથી તથા જન્મ-મરણની અધિકતાની અપેક્ષાથી આ લોકમાં એવો કઈ પણ આકાશ પ્રદેશ નથી કે જ્યાં જીવ જો કે મર્યો ન હોય.