________________
૨૫૦
મા ભગવતી પકામ પરાક્રમ, છ ભાવ લેશ્યા તે (૪૬) ને ત્રણ દિણિ તે (૪૭) સમક્તિ દષ્ટિ, (૪૮), મિથ્યા દષ્ટિ, (૪૯) મિશ્ર દષ્ટિ. છે. ગાથા : દસંણુ નાણુ સાગરા, અણગારા ચઉવીસે દંડગા જીવ . એ સવૅ અવજ્ઞા, અરવી અફાસો ચેવ. "
અર્થ: દર્શન (૪) તે (૫૦) ચક્ષુદર્શન, (૫૧) અચક્ષુદર્શન, (૫૨) અવધિદર્શન, (૫૩) કેવળ દર્શન, જ્ઞાન પાંચ તે (૫૪) મતિજ્ઞાન, (૫૫) શ્રત જ્ઞાન, (૫૬) અવધિજ્ઞાન, (૫૭) મન:પર્યવજ્ઞાન, (૫૮) કેવળજ્ઞાન, (૫) જ્ઞાનને ઉપયોગ તે સાકાર ઉપગ, (૬૦) દર્શનને ઉપગ તે અનાકાર ઉપગ, (૬૧) વીશે દંડકના જીવ.
*' એ સઘળા (૬૧) બેલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કાંઈ ન લભે. કારણે કે એ સર્વ બેલ અરૂપીના છે.
ગ્રહણ ભગવતી શ. ૧૨ ઉ. ૬ ને અધિકાર - ગૌતમ હે ભગવન ! ઘણા છે પરસ્પર એમ કહે છે કે હું ચંદ્રને ઘસે છે. હે ભગવન્! તેમ કેવી રીતે હોય?
મહાવીરઃ હે ગૌતમ! એ લોકો જે કહે છે તે અસત્ય છે. હું તે આ પ્રમાણે કહું છું. રાહુ મહાદ્ધિવાળે, મહાસુખવાળે, ઉત્તમ વસ્ત્ર, ઉત્તમમાલા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણ ધારણ કરનાર દેવ છે. તે રાહુદેવનાં નવ નામે કહ્યાં છે. [૧] શંગાટક, [૨] જટિલક, [3] ક્ષત્રક, [૪] ખર, [૫] દર્દ, [૬] મકર, [૭] મત્સ્ય. [૮] ક૭૫ અને, [૯] કૃષ્ણસર્ષ.
તે રાહુ દેવનાં વિમાને પાંચ વર્ણવાળાં છે. કાળાં, લીલો, પીળાં, રાતાં, શુકલ. તેમાં રાહુનું જે કાળું વિમાન છે તે કાજળના જેવા વર્ણવાળું છે. જે લીલું વિમાન છે તે કાચા તુંબડાના વર્ણ જેવું છે, કે જે લાલ વર્ણનું વિમાન છે તે મજીઠના વર્ણ જેવું છે. જે પીળું વિમાન, છે તે હળદરના વર્ણ જેવું છે, અને જે છેલ્લું વિમાન છે તે રાળના,