________________
૨૮
શ્રી ભગવતી ઉપક્રમ
ઊભા થઈ જ્યાં શંખશ્રાવક હતા. ત્યાં આવ્યા અને તેને ઠપકો આપવા લાગ્યા. ત્યારે મહાવીર ભગવાને તે શ્રમણોપાસકેને કહ્યું કે, “હે આ ! તમે શંખશ્રાવકની હિલના, નિંદા અને અપમાન ન કરે. કારણ કે તે ધર્મને વિષે પ્રીતિવાળે અને દઢતાવાળે છે તથા તેણે પ્રમાદ અને નિદ્રાને ત્યાગથી સુષ્ટિ-જ્ઞાનીનું જાગરણ> કરેલ છે.
પછી, તે શાંત શ્રમણોપાસકે ભગવાનને વંદન કરીને પૂછ્યું; ભગવાન ! ક્રોધને વશ હેવાથી પીડિત થયેલે જીવ કયું કર્મ બાંધે તથા એકઠું કરે?
મહાવીર હે શંખ ! ક્રોધને વશ થવાથી પીડિત થયેલે જીવ આયુષ સિવાયની સાત કર્મ પ્રકૃતિએ શિથિલ બંધનથી બાંધેલી હોય તે તેમને કઠિન બંધનવાળી કરે છે, અલ્પસ્થિતિવાળાને દીર્ઘસ્થિતિવાળી, મંદ અનુભાગવાળીને તીવ્ર અનુભાગવાળી, તથા અલ્પ પ્રદેશવાળીને બહુ પ્રદેશવાળી કરે છે, અશાતવેદનીય કર્મ વારંવાર એકઠું કરે છે, તથા અનાદિ, અનંત અને દીર્ઘમાર્ગવાળા આ સંસારારણ્યને વિશે પર્યટન કરે છે. તે કારણથી તે સિદ્ધ થતું નથી તેમ જ સર્વ દુઃખને અંત લાવી શકતા નથી. તે પ્રમાણે માન, માયા અને લેભને વશ થયેલાંઓનું પણ સમજવું. - ત્યાર બાદ તે શ્રમણોપાસકો ભગવાન પાસેથી એ વાત સાંભળી ભય પામ્યા અને ઉદ્વિગ્ન થયા પછી તેઓ ભગવાનને વંદન કરી શંખ શ્રાવક પાસે આવ્યા અને તેની વારંવાર વિનયપૂર્વક ક્ષમા માગવા લાગ્યા. ત્યાર બાદ તેઓ પાછા ચાલ્યા ગયા. . - તે પછી ગૌતમે ભગવાનને પૂછયું : ભગવદ્ ! તે શંખ શ્રમણે પાસક આપની પાસે પ્રવજ્યા લેશે ? - મહાવીરઃ હે ગૌતમ ! તે અર્થ યથાર્થ નથી. પણ હે ગૌતમ! તે શંખ શ્રમણોપાસક ઘણું શીલવત, ગુણવ્રત, વગેરે વડે તથા
>જાગરિકા ત્રણ પ્રકારની છેઃ (બ્રહ્મચારી સાધુઓ વગેરે) બુદ્ધોની; (જેમને હજુ કેવળજ્ઞાન નથી થયું એવા) અબુદ્ધોની; અને (શ્રદ્ધાળુ શ્રાવારૂપી) સુદર્શનની.