________________
૨૧૮
લેક ભગવતી શ. ૧૧. ઉં. ૧ * ગૌતમઃ હે ભગવન્! લેકેના એક આકાશ પ્રદેશ ઉપર એકેન્દ્રિયના યાવત્ પંચેંદ્રિયના અને અનિન્દ્રિયના પ્રદેશ છે. તે પરસ્પર બદ્ધ (બાંધેલ), પૃષ્ટ (સ્પર્શેલ) યાવત્ અ ન્ય સંબદ્ધ છે. તે તે પરસ્પર બાધા, પીડા ઉત્પન્ન કરે છે કે યાવત્ અવયવના છેદ કરે છે?
મહાવીરઃ હે ગૌતમ! બાધા, પીડા ઉત્પન્ન કરતા નથી. યાવત્ અવયવને છેદ કરતાં નથી.
ગીતમઃ હે ભગવન્! એનું કારણ શું?
મહાવીર: હે ગૌતમ! યથા દષ્ટાંત કઈ નગરમાં રંગમહેલમાં કેઈ નર્તકી (નાટક કરવાવાળી) નાટક કરે, અને સેંકડે, હજારે, લાખે માણસે જુએ. જેવાવાળાની દષ્ટિ એ નર્તકી ઉપર પડે તે હે ગૌતમ! તે દષ્ટિ એ નર્તકીને બાધા, પીડા ઉત્પન્ન કરે છે. યાવત્ અવયવને છેદ કરે છે?
ગૌતમ: હે ભગવન ! કરતી નથી.
મહાવીર : હે ગૌતમ! તે નર્તકી તે દર્શકની દ્રષ્ટિએ બાધા, પડા ઉત્પન્ન કરે છે યાવત્ અવયને છેદ કરે છે?
: ગીતમઃ હે ભગવન ! નથી કરતી.
મહાવીરઃ હે ગૌતમ! સેંકડો, લાખે, દષ્ટિએ એકઠી થવાથી પરસ્પર એકબીજાને બાધા, પીડા ઉપ્તન્ન કરે છે. યાવત્ અવયવ છેહ
- ગૌતમ ઃ હે ભગવન ! નથી કરતી. - મહાવીરઃ એ રીતે હે ગૌતમ! એક આકાશ પ્રદેશની ઉપર એકેદ્રિયના યાવત્ પંચેંદ્રિયના અને અનિન્દ્રિયના પ્રદેશ બરેલા, પશેલા, પરસ્પર સંબદ્ધ છે. પરંતુ પરસ્પર બાધા, પીડા ઉન્ન કરતી નથી થાવત્ અવને છેદ કરતી નથી. તે
ગૌતમ: હે ભગવન્! એક આકાશ પ્રદેશ પર રહેલા જીવ પ્રદેશમાં કેણ કેનાથી અલ્પ, બહુત, વિશેષાધિક છે ?