________________
, ૧૭૦
શ્રી ભગવતી ઉપક્રમ
- ઉત્કૃષ્ટ દર્શન.રાધનાવાળાઓનું પણ તેમ જ જાણવું.
ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળાઓનું પણ તેમ જ જાણવું. . જ્ઞાનની મધ્યમ આરાધનાવાળા બે ભવ પછી સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિકમે નહિ.
મધ્યમ દર્શનારાધનાવાળા તેમ જ મધ્યમ ચારિત્રારાધનાવાળાનું પણ તેમ જ જાણવું.
જઘન્ય જ્ઞાનારાધનાવાળામાંથી કેટલાક ત્રિીજે ભવે સિદ્ધ થાય, પણ સાત-આઠ ભવથી વધારે ન કરે. તે જ પ્રમાણે જઘન્ય દર્શનારાધના અને ચારિત્રારાધનાનું પણ જાણવું.
:
પરિશિષ્ટ ૧ * * વિવેચનઃ સર્વજ્ઞનાં વચનામાં એકતા તેમ જ પરસ્પર વિરોધ આવતું નથી પરંતુ છદ્મસ્થાનાં વચનેમાં એમ હોતું નથી. કેઈ અમુક મતની પ્રરૂપણ કરે છે તે કોઈ બીજા પ્રકારની. અન્યતીથિંકેની પણ એ જ દશા છે. કોઈ અન્યતીથી એમ માને છે કે શીલ (પ્રાણુતિપાતદિથી નિવતાવારૂપ ક્રિયા ) જ શ્રેષ્ઠ છે, જ્ઞાનનું કઈ પ્રોજન (જરૂરી નથી. કારણ કે જ્ઞાન તે પ્રવૃત્તિરહિત હોય છે. છે. કોઈ અન્યતીથિંક એમ કહે છે કે જ્ઞાન જ શ્રેષ્ઠ છે, માત્ર નથી જ ફળ સિદ્ધ થાય છે. જ્ઞાનરહિત કિયાવાનને ફળની સિદ્ધિ થતી નથી. આ રીતે તેઓ શ્રુત (જ્ઞાન)ને જ શ્રેષ્ઠ માને છે.
કેટલાએ અન્યતીથિકે એકબીજાના સામન્વય હિત મૃત અને શીલથી અભીષ્ટ (ઈચ્છિત) અર્થની સિદ્ધિ માને છે. તેથી તેઓ કિયારહિત જ્ઞાન અથવા જ્ઞાનરહિત ક્રિયાથી અભીષ્ટ સિદ્ધિ માને છે. કૃત અને શીલ દરેક પુરુષની પવિત્રતાનું કારણ છે. તેથી તેઓ કહે છે કે શીલ શ્રેષ્ઠ છે અથવા વ્યુત શ્રેષ્ઠ છે. આ રીતે જુદી જુદી રીતે ખરૂ પણ કરે છે.. દશ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહે છે કે-મારે તેમ જ સર્વ સર્વજ્ઞોને સિદ્ધાંત આ પ્રમાણે છે.