________________
૧૬૮
--
ભગવતી ઉપક્રમ
મહાવીરઃ હે ગૌતમ! તે બન્ને પરસ્પર અવશ્ય હેય.
ગૌતમ: હે ભગવન ! જેને નામકર્મ છે તેને અંતરાયકર્મ હોય? અને જેને અંતરાયકર્મ છે તેને નામકર્મ હોય?
મહાવીરઃ હે ગૌતમ! જેને નામકર્મ છે તેને અંતરાયકર્મ કદાચ હેય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય નામકર્મ હોય.
ગૌતમ: હે ભગવન ! જેને ગત્રકર્મ છે, તેને અંતરાયકર્મ હોય ?
મહાવીર: હે ગૌતમ! જેને ગોત્રકર્મ છે તેને અંતરાયકર્મ કદાચ હેય અને કદાચ ન હોય, પણ જેને અંતરાયક છે તેને અવશ્ય શેત્રકર્મ હેય.
શ્રત-શીલ અને આરાધના ભગવતી શ. ૮ ઉ. ૧૦ને અધિકાર
ગૌતમ: હે ભગવન! કેટલાક અન્યસંપ્રદાયીઓ એમ કહે છે કે શીલ જ શ્રેય છે. બીજા કહે છે કે શ્રુત એટલે કે જ્ઞાન જ શ્રેય છે અને ત્રીજા કહે છે કે, અન્ય નિરપેક્ષ શીલ અને શ્રત શ્રેય છે, તે હે ભગવન ! તેમનું કહેવું બરાબર છે?
મહાવીર : હે ગૌતમ તે લેકોનું કહેવું મિથ્યા છે મારા મત પ્રમાણે ચાર પ્રકારના પુરુષ હોય છે.< (1) કેટલાક શીલ સંપન્ન છે, પણ શ્રુતસંપન્નનથી (૨) કેટલાક શ્રુત સમ્પન્ન છે પણ શીલ સમ્પન્નનથી (૩) કેટલાક શીલસમ્પન્ન છે અને શ્રત સમ્પન્ન પણ છે
જ્યારે (૪) કેટલાક શીલસમ્પન્ન પણ નથી અને શ્રુત સમ્પન્ન પણ નથી. તેમાં જે પ્રથમ પ્રકારના છે તે શીલવાન છે પણ મૃતવાન નથી તે ઉપરત (પાપાદિથી નિવૃત્ત) છે, પણ ધર્મને જાણતા નથી. તે અંશતઃ આરાધક છે. બીજો પુરુષ શીલવાળે નથી, પરંતુ શ્રુતવાળો છે. તે
<વિશેષ વિવેચન માટે જુઓ પરિશિષ્ટ નં. ૧.