________________
શ્રુતશીલ અને આરાધના ભગવતી –૮. ઉ–૧૦.
- ૧૭ અ. ૯ ઉ. ૪ની બીજું સૂત્ર સમાધિમાં જે ચાર કારણે બતાવેલાં છે. તેવા જ પવિત્ર ધ્યેયથી પ્રેરાયેલી હોય છે.
થક સંગ્રહમાં આવતે થેકડે “આરાધના પદ' નામના થેકડામાં બતાવે છે કે --
(૧) અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન તે જઘન્ય જ્ઞાન આરાધના. (૨) ૧૧ અંગ સૂત્રોને અભ્યાસ તે મધ્યમજ્ઞાન આરાધના. (૩) ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવવું તે ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના.
આ પ્રમાણે થેક સંગ્રહ તથા સ્વ. પૂ. અલખષિજી કૃત હિન્દી અનુવાદમાં આવે છે, પરંતુ તે બરાબર નથી. કારણ કે જે આ નિયમને અનુસરીને વિચારવામાં આવે તે ચૌદપૂવી ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધક બને અને તેથી તે મોક્ષે પણ નિયમ જ જોઈએ, અને અષ્ટપ્રવચન માતાને જ્ઞાની જઘન્ય આરાધક હેવાના કારણે તે ક્ષે જઈ શકે જ નહિ. આ પ્રમાણે સિદ્ધાંત ફલિત થાય છે. પરંતુ વ્યવહારમાં તે એવી પ્રવૃત્તિ શાસ્ત્રથી દષ્ટિગોચર થતી નથી. માટે થાક સંગ્રહાદિની વાતમાં વિચાર કરતાં “અસંભવ દોષની પ્રાપ્તિ થાય છે.
વસ્તુતઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાને અર્થ એ થાય છે કે, કેઈ. વ્યક્તિને જ્ઞાનાવરણીય કર્મને ક્ષોપશમ પૂર્વકર્મના પ્રબલ ઉદયને કારણે એટલે મંદ છે કે સૂર્યોદયથી અસ્ત સુધીના સતત પ્રયત્નને અંતે પણ એકબે ગાથા કરી શકે છે. પરંતુ આ આત્મા જે “માસતુસ મુનિ સમાન સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા જેટલી તીવ્ર અભિલાષા હેય તે તે જ વાસ્તવિક ઉત્કૃષ્ટ જ્ઞાન-આરાધના છે. અને કે મનુષ્ય દિવસભરમાં સે–સો ગાથા સહેજે કરી શકે તેટલે ક્ષપશમ ધરાવતું હોય અને તેટલા જ અલ્પ સમયમાં કરી શોષકાલ
વ્યર્થ વિતાવતા હોય તે તેની આરાધના (રુચિ) મધ્યમ કે આગળ વધીને જઘન્ય જ્ઞાન-આરાધના પણ કહી શકાય. માટે જ્ઞાન પ્રત્યેની સાત્વિક રુચિને જ વાસ્તવિક રીતે આરાધના કહેવાય અને તે રૂચિની " તરતમ્યતામાં જ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવી ત્રણ પ્રકારની જ્ઞાન આરાધના થાય છે.