________________
સચ્ચા કેવળી ભગવતી શ૯. ઉ–51.
૧૨૯ ગૌતમ ઃ અહે ભગવન! તે (અવધિજ્ઞાની) સકષાયી હોય કે અકષાયી?
મહાવીરઃ હે ગૌતમ! સકષાયી પણ હોય છે અને અકષાયી પણ હોય છે. સકષાયી હોય તે સંજ્વલન ચોક હોય છે. ત્રિક (માન-માયા-લેભ) હોય છે. દ્રિક (માયા-લેભ) હોય છે, અથવા એક લેભ) હોય છે, અને જે અકષાયી હોય તે ક્ષીણુકષથી હોય છે. ઉપશાંત કષાયી નથી લેતા. ' ગૌતમ? અહો ભગવદ્ ! તે અવધિજ્ઞાનીને કેટલા અધ્યવસાય હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! તેના અસંખ્યાત પ્રશરત અધ્યવસાયે હોય છે. તે પ્રશસ્ત અધ્યવસાયના વધવાથી કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રાપ્ત થાય છે.
ગૌતમ? અહો ભગવન ! શું તે “ ચા” કેવળી ભગવાન કેવળી પરૂપિત ધર્મને ઉપદેશ કરે છે. યાવત્ પરૂપણ કરે છે?
મહાવીરઃ હે ગૌતમ! તે કેવળી પરૂપિત ધર્મને ઉપદેશ કરે છે. યાવત્ પરૂપણ કરે છે.
ગૌતમ : અહો ભગવન્! શું તે કેવળી ભગવાન કેઈને પ્રવજ્યા (દીક્ષા) દે છે? મુંડિત કરે છે?
મહાવીરઃ હા. ગૌતમ! પ્રવજ્યા દે છે. મુંડિત કરે છે.
ગૌતમ ઃ હે ભગવન! શું તે કેવળી ભગવાનના શિષ્ય પ્રશિષ્ય પણ કોઈને પ્રવજ્યા આપે છે? મુંડિત કરે છે?
મહાવીરઃ હા. ગતમ! તેના શિષ્ય પ્રશિષ્ય પણ પ્રવજ્યા દે છે. મુંડિત કરે છે.
ગૌતમ: હે ભગવન્! શું તે કેવળી ભગવાન તે જ ભાવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઃખને અંત લાવશે?
મહાવીરઃ હા. ગૌતમ ! તે, તે જ ભવમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વ દુઓને નાશ કરશે.