________________
૧૮૮
શ્રી ભગવતી ઉપમ પશમ કર્યો છે તેને ધર્મને બેધ થાય છે. યાવત જે જીવે કેવળ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કર્યો છે, તેને કેવળજ્ઞાન થાય છે. ' કઈ સાધુ નિરંતર ત્રણ-ત્રણ ઉપવાસનાં પારણાં કરતા થકા આત્માને ભાવિત કરતે વિચારે છે, તેને પ્રકૃતિની ભદ્રતા, વિનીતતા, આદિ ગુણેથી યાવત્ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે આ અવધિજ્ઞાન દ્વારા જઘન્ય આંગુલના અસંખ્યાતમાં ભાગને જાણે દેખે છે. ઉત્કૃષ્ટ અલેકમાં લેકપ્રમાણુ અસંખ્યાત ખંડેને જાણે દેખે છે.
ગૌતમ? અહો ભગવન્! તે (અવધિજ્ઞાની) જીવને કેટલી લેશ્યાઓ હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! કૃષ્ણ યાવત્ શુકલ છ લેશ્યા હેય છે.
ગૌતમ : અહે ભગવન ! તે અવધિજ્ઞાનીને કેટલાં જ્ઞાન હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ ત્રણ અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન હોય છે.
ગૌતમઃ હે ભગવન્ ! તે અવધિજ્ઞાની સગી હોય છે કે અગી?
મહાવીરઃ હે ગૌતમ! તે સંગી હોય છે, પણ અગી નથી હતા. જેવી રીતે મેગ, ઉપગ, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ અને આયુષ્ય “અસ્થામાં કહ્યા તે પ્રમાણે અહીં “સચ્ચા”માં પણ કહી દેવા.
ગૌતમ અહે ભગવન! તે અવધિજ્ઞાની સવેદી હોય છે કે અવેદી ?
મહાવીરઃ હે ગૌતમ! તે સંવેદી હેય અથવા અવેદી પણ હેય છે. સવેદી હોય તે સ્ત્રીવેદી, પુરુષવેદી, પુરુષનપુંસકવેદી હેય છે, અને જે અવેદી હેય તે ક્ષીણવેદી હોય છે. ઉપશાંત વેદી નથી હોતા.