________________
શ્રી ભગવતી ઉપકમ
ભાંગે અને <એક અનિન્દ્રિયના એક દેશને એક ભાંગે એ ૨ ભાંગ છેડીને બાકી ૩૬ ભાંગ કહેવા.
<પૂર્વ દિશાના ચરમાંત લેકને અંતિમભાગ વિષમ એક પ્રદેશરૂપ છે. એટલે એમાં અસંખ્યાત પ્રદેશાવગાહી જીવ હોઈ શકતા નથી. પરંતુ એક પ્રદેશના વિષયમાં જીવના દેશની અને પ્રદેશની અવગાહના હોઈ શકે છે, એટલે ત્યાં “જીવના દેશ અને પ્રદેશ હોય છે એમ કહ્યું છે. એ રીતે ત્યાં પુગલ સ્કંધ, ધર્માસ્તિકાય આદિના દેશ અને એના પ્રદેશ હોવાથી “અજીવ' અજીવ દેશ અને અજીવ પ્રદેશ હોય છે, એમ કહ્યું છે. જે જીવ દેશ છે એમાં પૃથ્વીકાયાદિ એકૅક્રિય જીવોના દેશ લેકાંતમાં અવશ્ય હોય છે. એ પહેલો વિકલ્પ થયો. બે સંયોગી વિકલ્પ આ પ્રકારે બને છે– એકેંદ્રિયના બહુ દેશ, બે ઈદ્રિયના એક દેશ, લોકાંતમાં બેઈદ્રિય જીવ હોતા નથી, પરંતુ જે બેઈદ્રિય જીવ મરીને એકેદિયમાં ઉત્પન્ન થવાવાળા છે. જ્યારે તે ભારણાંતિક સમુદ્દઘાત કરીને ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થાય છે એ અપેક્ષાથી એ વિકલ્પ બને છે. એ પ્રકારે દશમા શતકના પ્રથમ ઉદેશમાં આગ્નેયી દિશાના વિષયમાં જે ભાંગા કહ્યા છે તે અહીં પણ જાણવા. તે આ પ્રકારે છે ૧ એપ્રિય જીવોના સર્વ દેશ, ૧ બહુ એકેદ્રિય જીવોના બહુ દેશ, એક બેઈદ્રિય જીવને એક દેશ, ૨ અથવા બહુ એકેંદ્રિય જીવોના બહુ દેશ, એક બેઈદ્રિય જીવના બહુ દેશ. ૩ અથવા બહુ એકેંદ્રિય છના બહુ દેશ, બહુ બેઈદ્રિય જીવોના બહુ દેશ અથવા ૪ બહુ એકેદ્રિય જીવોના બહુ દેશ, એક તેઈદ્રિય જીવનો એક દેશ ૫ અથવા બહુ એકેદ્રિય ના બહુ દેશ, એક તે ક્રિય જીવના બહુ દેશ ૬ અથવા બહું એકેદ્રિય જીવોના બહુ દેશ, બહુ તેઈદ્રિય જીવોના બહુ દેશ. એ રીતે ચીરિ. ન્દ્રિય અને પંચેંદ્રિયના ૩-૩ ભાંગા જા વી. એ રીતે અનિન્દ્રિયના પણ ભાંગા કહેવા પરંતુ આગ્નેયી દિશામાં ૩ ભાંગા કહ્યા છે એમાંથી પહેલે ભાંગ (એકેંદ્રિના બહું દેશ અને અનિદ્રિયના એક દેશ) અહીં કહેવા નહિ. કેમકે, કેવળી સમુદ્ધાતમાં જીવ આત્મ પ્રદેશ કપાટાકાર હોય છે. એ સમયે પૂર્વ દિશાના ચરમાંતમાં પ્રદે. શોની હાનિવૃદ્ધિ દ્વારા વિષમતા હોય છે. એ માટે લોકના ખૂણાઓમાં અનિન્દ્રિય જીવ (ઈદ્રિના ઉપયોગ રહિત કેવળજ્ઞાની)ને બહુ દેશોનો સંભવ છે. પરંતુ એક દેશનો સંભવ નથી એટલે અનિયિમાં ઉપરોક્ત પહેલો ભાગો લાગુ થતું નથી.
નોંધ :- ભગવતી સૂત્ર શ. ૧૦ ઉ. ૧, શ. ૧૧ ઉ. ૧૦ અને શ. ૧૬ ઉ. ૮ એ
ત્રણે ઉદેશાઓનો એક અધિકાર કરવાનો ઉદેશ એ છે કે શીખવાવાળાને સુગમ રહે. કેમ કે, ત્રણે શતકના ભાંગા પ્રાય એકસરખા જ છે.