________________
૧૭૮
શ્રી ભગવતી ઉ૫કમ
દેવપણે ઉત્પન્ન થાય છે.
અંતરદ્વીપમાં અસિ, મસી, કૃષિના વેપાર નથી, ૮ મતંગા, સુંગા, તુડિયંગા, દવંગા, જે ઈયંગા, ચિરંગા ચિતરસા, મણિયંગા, ગિતગારા, અણિયગણા, એ દસ જાતિનાં કલ્પવૃક્ષ ઈચ્છા પૂરી કરે છે. ત્યાં રાજા, રાણ, ચાકર, ઠાકર, મેળા, મહત્સવ, વિવાહ, સગાઈ, રથ, પાલખી, ડાંસ, મચ્છર, સંગ્રામ, વેગ, શોક, કાંટા, ખીલા, કાંકરા, અશુચિ, દુર્ગધ, સુકાળ, દુષ્કાળ, વૃષ્ટિ, આદિ બાબત હોતી નથી. હાથીડા હોય છે પરંતુ એના પર કોઈ સવારી કરતા નથી. ગાયભેંસે હોય છે પરંતુ યુગ લિકને કામમાં આવતી નથી. સિંહસર્પાદિ છે પરંતુ તે કેઈને દુઃખ દેતા નથી. અને કોઈ પણ વસ્તુ ઉપર ગૃદ્ધિપણું હોતું નથી. યુગલિયા ૩૨ લક્ષણોયુકત હોય છે. એકાંતરા (એક દિવસના અંતરથી) આહાર કરે છે. છીંક, બગાસું લેતાં જ કાળ કરી જાય છે. કાળ કરીને ભવનપતિ વાણુવ્યંતર દેવામાં ઉત્પન્ન થાય છે. ' < અકર્મ ભુમિમાં હોવાવાળા યુગલિયાને માટે જે ઉપભોગરૂપ હોય અર્થાત એની આવશ્યકતાઓ પૂરી કરવાવાળાં વૃક્ષ કલ્પવૃક્ષ કહેવાય છે. એના દશ ભેદ છે
(૧) મતંગા–શરીરને માટે પાષ્ટિક રસ દેવાવાળા. (૨) ભુંગા (ભૂતાંગ)પાત્ર આદિ દેવાવાળા. (૩) તુડિયંગ- (કુટિતાંગા) વાંજિત્ર દેવાવાળા. (૪) દવંગા (દીપાંગા) દીપકનું કામ દેવાવાળા. (૫) જોઈયંગા (યે તિરંગા) પ્રકાશને જાતિ ' કહે છે. સૂર્યના સમાન પ્રકાશ દેવાવાળા. અગ્નિને પણ જોતિ કહે છે. અગ્નિનું કામ દેવાવાળા. (૬) ચિતગા -પુષ્પમાળા દેવાવાળા (૭) ચિત્તરસા (વિરસા) વિવિધ પ્રકારના ભેજન દેવાવાળા. (૮) મણિયંગા (મહેંગા)– આભૂષણ દેવાવાળા. (૯) ગિહગારા (ગેહાકારા) મકાનના આકારે પરિણમતા હતા અર્થાત ભૂકાનની રીતે આશ્રય દેવાવાળા. (૧૦) અણિયણ (અનગ્ના) વસ્ત્ર આદિ દેવાવાળા.
આ દસ પ્રકારનાં કલ્પવૃક્ષોથી યુગલિયાની આવશ્યકતાઓ પૂરી થઈ કાય છે. અતઃ એ કલ્પવૃક્ષ કહેવાય છે. કલ્પવૃક્ષથી જે સુખને ભોગવે છે તે
એ પિતપતાના ગુણ પ્રમાણે સુખસમૃદ્ધ હોય છે. ચિંતામણિ રત્ન માફક અનેક પ્રકારની કલ્પનાઓ પ્રમાણે સુખ સમૃદ્ધ હોતા નથી કારણ કે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આવે છે કે પૃથ્વી, ફૂલ, ફળ, સિવાય આહાર હોતો નથી. વસ્ત્ર, અલંકારભાલાદિ પણ વનસ્પતિના જ હોય છે. ઠાણુગ સૂત્રના ૭મા સ્થાને એક દેવનારી” કલ્પવૃક્ષનું વર્ણન આવે છે. જ્યારે સંધિકાળે પુણ્ય શકિત ઘટે અને કલ્પવૃક્ષની સંખ્યા પણ ઘટે છે ત્યારે અપૂર્તિની પૂર્તિ માટે તે કલ્પવૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે.