________________
શ્રી ભગવતી ઉપકમ ગૌતમ: હે ભગવન! જેને જ્ઞાનાવરણીય છે તેને શું વેદનીય હોય છે? તથા જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને અવશ્ય વેદનીય છે, અને જેને વેદનીય છે તેને જ્ઞાનાવરણીય કદાચ હોય કે કદાચ ન હોય. (કેવળજ્ઞાનીને વેદનીય હોય, પણ જ્ઞાનાવરણીય ન હોય.)
ગૌતમ હે ભગવન ! જેને જ્ઞાનાવરણીય છેતેને શું મેહનીય છે? તથા જેને મેહનીય છે, તેને જ્ઞાનાવરણીય છે?
મહાવીરઃ હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે તેને મેહનીય કદાચ હોય અને કદાચ ન હેયા પણ જેને મેહનીય છે તેને અવશ્ય જ્ઞાનાવરણીય હોય છે.
ગૌતમ: હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ છે તેને શું આયુષ્યકર્મ છે ? અને જેને આયુષ્યકર્મ છે તેને જ્ઞાનાવરણીય કર્મ છે? - મહાવીરઃ હે ગૌતમ! જેમ વેદનીય કર્મ સાથે કહ્યું તેમ આયુષ્યની સાથે પણ જાણવું. એ પ્રમાણે નામ અને ગેત્ર કર્મની સાથે પણ જાણવું. અને જેમ દર્શનાવરણીય સાથે કહ્યું, તેમ અંતરાયકર્મ સાથે જાણવું. * ગૌતમ હે ભગવન્ ! જેને દર્શનાવરણીય કર્મ છે તેને વેદનીય છે? તથા જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે? * મહાવીરઃ હે ગૌતમ! જેમ જ્ઞાનાવરણીય કર્મ ઉપરનાં સાત કર્મો સાથે કહ્યું, તેમ દર્શનાવરણીય કર્મ પણ ઉપરનાં છ કર્મો સાથે કહેવું. - ગૌતમઃ હે ભગવન્! જેને વેદનીય છે, તેને મેહનીય છે? અને જેને મેહનીય છે તેને વેદનીય છે ?
:: * ક્ષેપક એટલે કે જેમાં મોહનીય કર્મને ક્ષય થઈ ગયો છે, તેને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય છે, જેના મોહનીય ક્ષય નથી થયું, તેને તે મોહનીય અને જ્ઞાનાવરણીય બન્ને હોય છે.