________________
કર્મ પ્રકૃતિ ભગવતી શ–૮. ઉ–૧છે.
ગૌતમ : હે ભગવન ! સંપાય કર્મ આદિ અંત સહિત બાંધે છે? આદિઅંત રહિત બાંધે છે? અનાદિ સાન્ત બાંધે છે? અનાદિ અનંત બાંધે છે ?
મહાવીરઃ હે ગૌતમ! સાદિ અનંત છોડીને બાકીના ત્રણ ભાંગ બાંધે છે.
ગૌતમ: હે ભગવન્! સંપરાય બંધ દેશથી દેશ બાંધે છે? દેશથી સર્વ બાંધે છે? સર્વથી દેશ બાંધે છે? સર્વથી સર્વ બાંધે છે?
મહાવીરઃ હે ગૌતમ ! સર્વથી સર્વ બાંધે છે. બાકીના ત્રણ ભાંગા બાંધતા નથી.
કર્મ પ્રકૃતિ ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૧૦ને અધિકાર
કર્મ પુગલે જીવ દ્વારા ગ્રહણ અથવા કર્મરૂપે પરિણામ પામે છે, તેની સાથે જ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, વગેરે અંગેનું નિર્માણ થાય છે. પ્રકૃતિ એટલે જ્ઞાનને આવરવા વગેરે સ્વભાવ. તે પ્રકૃતિએ આઠ પ્રકારની છે.
ગૌતમ: હે ભગવન્ ! કર્મ પ્રકૃતિએ કેટલી કહી છે?
મહાવીરઃ હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિએ કહી છે. જેમકે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય (જેથી સુખદુઃખાદિ અનુભવાય તે), મેહનીય, આયુષ્ય, નામ (જેથી વિશિષ્ટગતિ, જાતિ, આદિ પ્રાપ્ત થાય તે). ગોત્ર અને અંતરાય (જેનાથી દેવા-લેવા–ભેગવવામાં અંતરાય આવે તે),
ગૌતમ: હે ભગવન્! જે જીવને જ્ઞાનાવરણીય કર્મ છે, તેને શું દર્શનાવરણીય કર્મ છે? અને જેને દર્શનાવરણીય કર્મ છે તેને શું જ્ઞાનાવરણીય કર્મ છે?
મહાવીરઃ હે ગૌતમ! જેને જ્ઞાનાવરણીય છે, તેને અવશ્ય દર્શનાવરણીય છે, અને જેને દર્શનાવરણીય છે તેને પણ અવશ્ય જ્ઞાન વરણીય હેય છે.