________________
૧૬૪
શ્રી ભગવતી ઉપક્રમ
- ગૌતમ હે ભગવન્! સંપાય બંધ સ્ત્રી બાંધે છે કે પુરુષ બાંધે છે કે નપુંસક બાંધે છે કે બહુ સ્ત્રીઓ બાંધે છે કે બહુ પુરુષ બાંધે છે કે બહુ નપુંસક બાંધે છે કે સ્ત્રીને પુરુષ નેનપુંસક બાંધે છે?
મહાવીરઃ હે ગૌતમ! સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે, બહુ સ્ત્રીએ બાંધે છે, બહુ પુરુષ બાંધે છે, બહુ નપુંસક પણ બાંધે છે. અવેદી એક જીવ પણ બાંધે છે, બહુ જીવ પણ બાંધે છે.
ગૌતમ હે ભગવન્! અવેડી બાંધે છે તે સ્ત્રી જ પછાકડા બાંધે છે કે પુરુષ પછાકડા બાંધે છે કે નપુંસક પછાકડા બાંધે છે કે બહુ સ્ત્રી પછાકડા બાંધે છે કે બહુ પુરુષ પછાકડા બાંધે છે કે બહુ નપુંસક પછાકડા બાંધે છે?
મહાવીરઃ હે ગૌતમ ! સ્ત્રી પછાકડા બાંધે છે, પુરુષ પછાકડા બાંધે છે, નપુંસક પછાકડા બાંધે છે, બહુ સ્ત્રી પચ્છાકડા બાંધે છે, બહુ પુરુષ પછાકડા બાંધે છે, બહુ નપુંસક પછાકડા બાંધે છે. યાવત૨૬ ભાંગ ઈરિયાવહી બંધ માફક કહેવા.
ગૌતમ? હે ભગવન ! જીવે સાંપરાય કર્મ (૧) બાંધ્યાં છે, બાંધે છે, બાંધશે ? (૨) બાંધ્યાં છે, બાંધે છે, બાંધશે નહિ? (૩) બાંધ્યાં છે, બાંધતા નથી, બાંધશે? (૪) બાંધ્યાં છે, બાંધતા નથી, બાંધશે નહિ?
મહાવીરઃ હે ગૌતમ! જીવે સંપાય કર્મ બંધાં છે, બાંધે છે બાંધશે. અભવી જીવની અપેક્ષાએ. (૨) બંધ્યાં છે, બંધે છે, બાંધશે નહિ. ભવી જીવની અપેક્ષાએ. (૩) બંધાં છે, બાંધતા નથી, બાંધશે, ઉપશમશ્રેણીની અપેક્ષાઓ. (૪) બાંધ્યાં છે, બાંધતા નથી, બાંધશે નહિ ક્ષપકશ્રેણીની અપેક્ષાએ.
* અહીં એક વચન બહુવચન જે કહેલ છે તે પૂછવાવાળાની અપેક્ષાથી છે. તે રીતે સર્વ સકષાયી છવ સં૫રાય કર્મ બાંધે છે. તત્ત્વ કેવળી ગયે.
જ જે જીવ ગયા કાળમાં સ્ત્રી હતો, હવે વર્તમાનકાળમાં અવેદી થઈ ગયો છે અને સ્ત્રી પછાકડા કહે છે. એ રીતે પુરુષ પચ્છકડા અને નપુંસક પછાકડા જાણવા