________________
શ્રી ભગવતી ઉપાય
પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. દર્શનના અલબ્ધિયામાં કઈ જીવ નથી. સમ્યફદર્શનના લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. તેના અલયિામાં ત્રણ અજ્ઞાનની ભજના. મિથ્યા દર્શનલમ્બિયા અને મિશ્રદર્શન લબ્ધિયામાં ત્રણ અજ્ઞાનની ભજન અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. - ૩. ચારિત્રલબ્ધિ : ચારિત્રમોહનીય કર્મના ક્ષય કે ક્ષયે પશમથી થયેલ આત્મપરિણામને ચારિત્ર લબ્ધિ કહે છે. તેના પાંચ ભેદ છે.' (૧) સામાયિક ચારિત્રલબ્ધિ (૨) છેદો પસ્થાપિનિય ચારિત્રલબ્ધિ (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્રલબ્ધિ. (૪) સૂકમ સંપરાય ચારિત્રલબ્ધિ (૫) યથાખ્યાત ચારિત્રલબ્ધિ. સમુચ્ચય ચારિત્ર લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. સામાયિક ચારિત્રલબ્ધિ, છેદો પસ્થાપનીય ચારિત્રલબ્ધિ, પરિહાર વિશુદ્ધ ચારિત્રલબ્ધિ અને સૂફમસં૫રાય ચારિત્ર લબ્ધિયામાં ચાર જ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. યથાખ્યાત ચારિત્ર લબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. અને તેને અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના.
(૪) ચારિત્રા ચારિત્રલબ્ધિ : અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી થયેલ દેશવિરતિ રૂપ આત્મપરિણામને ચારિત્રાચારિત્ર લબ્ધિ કહે છે. ચારિત્રાચારિત્ર લબ્ધિમાં ત્રણ જ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના.૨ ૧. પાંચ ભેદની વિશેષ સમજણ માટે, જુઓ (ભગવતી શતક ર૬મું ઉદેશે ૭)
૨. ચારિત્રા ચારિત્રલબ્ધિ રહિત જીવો તે દેશવિરતિ શ્રાવકથી બીજા જાણવા. તેમાં જે જ્ઞાની છે તેને પાંચ જ્ઞાન ભજનાએ છે અને જે અજ્ઞાની છે તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ છે.