________________
શ્રી ભગવતી ઉપક્રમ
(૧૮) કાળદ્વાર : જ્ઞાનીના જ્ઞાનની સ્થિતિની મર્યાદાને કાળ કહે છે. સ્થિતિ બે પ્રકારની છે. ૧. સાઈયાસજજવસિયા (આદિ અંત સહિત) ૨. સાઈયાઅપજવસિયા (આદિ છે પણ અંત રહિત). સમુચ્ચય જ્ઞાનીમાં ભાંગા લાભે બે–સાઈયાઅપજજવસિયા અને સાઈયાસપજવસિયા. સાઈયાઅપજજવસિયાની સ્થિતિ નથી. સાઈયાસપજજવસિયાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગરેપમ ઝાઝેરી. મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૬૬ સાગર ઝાઝેરી. અવધિજ્ઞાનની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૬૬ સાગર ઝાઝેરી. મનઃ પર્યવજ્ઞાનની રિથતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ દેશેન (કંઈક ઓછી) કાપૂર્વની. કેવળજ્ઞાનમાં ભાંગે લાભે એક સાઈયા-અપજજવસિયા. કેવળજ્ઞાન ઉત્પન્ન થઈને ફરી કોઈ વખત નાશ પામતું નથી.
સમુચ્ચય અજ્ઞાન અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ભાગ લાભે ત્રણ (૧) આદિ અંત રહિત (૨) આદિ નહીં પણ અંત છે. (૩) આદિ અંત સહિત. પહેલે ભાગે અભવીજીમાં આવે છે. બીજે ભાગે ભવીછમાં આવે છે. ત્રીજો ભાગ પ્રતિપાતી ભવ્ય જીમાં આવે છે. સમુચ્ચય અજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાનમાં ત્રીજા ભાંગાની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ દેશે ઊનું અર્ધ પુદ્ગલ પરાવર્તનની. વિર્ભાગજ્ઞાનની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૩૩ સાગર અને દેશે ઊણ ક્રાડ પૂર્વ અધિક' (૧૯) અંતરદ્વારઃ એક જ્ઞાનની પર્યાયમાંથી બીજા જ્ઞાનની પર્યાય પ્રાપ્ત કરવા વચ્ચેના કાળને અંતર કહે છે. સમુચ્ચય જ્ઞાનમાં ભાગા બેઃ (૧) સાઈયાઅપwવસિયા (૨) સાઈયાસપજજવસિયા. સાઈયાઅપજજવસિયાનું અંતર નથી. સમુચ્ચય જ્ઞાનના બીજા ભાંગા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું ઉત્કૃષ્ટ દેશના અર્ધ પુદ્ગલ પરાવર્તનનું. કેવળજ્ઞાનનું અંતર નથી.
૧. વિશેષ સમજણ માટે જુઓ પરિશિષ્ઠ.