________________
ઈરિયાવહી બંધ ભગવતી શ૮. ઉં..
૧૪૯ બાકી રહે ત્યારે હોય છે. (અંતિમ સમયમાં) ત્રીજો ભાંગે ઉપશમ શ્રેણીથી પડતામાં હોય છે. ચે ભાંગે ચૌદમા ગુણસ્થાનના પહેલા સમયમાં હોય છે. પાંચમે ભાગે અગિયારમા અગર બારમા ગુણસ્થાનના પહેલા સમયમાં હોય છે. છઠ્ઠ ભાંગે શૂન્ય યાને કયાંય હોતું નથી. સાતમે ભાગે દસમા ગુણસ્થાનના અંતિમ સમયમાં હોય છે. આઠમે ભાગે અભવ્ય આદિમાં હોય છે.
ગૌતમ? હે ભગવન્! કયે જીવ ઈરિયાવહી બંધ અણાઈયા અપજજવસિયા (અનાદિ અનંત) બાંધે છે. (૨) અણાઈયા સપજવસિયા (અનાદિ સાંત) બાંધે છે. (૩) સાઈયા અપજજવાસિયા (સાદિ અનંત) બાંધે છે (૪) સાઈયા સપજજવસિપા (સાદિ-સાંત) બધે છે?
મહાવીરઃ હે ગૌતમ! સાઈયા સપજવાસિયા બાંધે છે. બાકી ત્રણ (અણુયા અપજવાસિયા, અણાઈયા સપજવાસિયા, સાઈયા અપરજવાસિયા) બાંધો નથી.
ચોથે ભાંગે : બાંધ્યું હતું, બાંધતા નથી, બાંધશે નહિ તે એવા જીવમાં મળે છે, કે જે વર્તમાનમાં ૧૪ માં ગુણસ્થાનમાં છે, તેને પૂર્વ ભવમાં બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધતો નથી, અને આગામી કાળમાં બાંધશે પણ નહિ.
પાંચમે ભાગો : બાંધ્યો નથી, બાંધે છે અને બાંધશે તે એવા જીવમાં મળે છે, કે જેણે પૂર્વભવમાં બાંધ્યું નથી. વર્તમાન ભવમાં ઉપશમ શ્રેણીમાં બાંધે છે. આવતા ભવમાં ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીમાં બાંધશે.
છઠ્ઠો ભાગ: બાંધ્યું નથી, વર્તમાનમાં બાંધે છે. અને ભવિષ્યમાં બાંધશે નહિ, તે એવા જીવમાં મળે છે કે જેણે પૂર્વ ભવમાં બાંધ્યું નથી, વર્તમાન ભવમાં ક્ષપક શ્રેણીમાં બાંધે છે પછી મોક્ષ પ્રાપ્ત કરશે. એટલે આગામી કાલમાં બાંધશે નહિ.
સાતમે ભાંગે : બાંધ્યું નથી, બાંધતો નથી બાંધશે તે એવા જીવમાં મળે છે કે, જેણે પૂર્વભવમાં બાંધ્યું નથી, વર્તમાન કાલમાં બાંધતો નથી, આવતા ભવમાં ઉપશમ શ્રેણું અથવા ક્ષેપક શ્રેણીમાં બાંધશે.
આઠમે ભાંગે : બાંધ્યું નથી, બાંધતો નથી, અને બાંધશે પણ નહિ. અભવી જીવમાં મળે છે. કારણ કે તેણે પૂર્વ ભવમાં બાંધ્યું નથી. વર્તમાન ભવમાં બાંધતો નથી અને આવતા ભવમાં બાંધશે પણ નહિ. (ઈરિયાવહી કમબંધ)