________________
ઈરિયાવહી બંધ ભગવતી શ–૮. ઉ–.. બાંધે છે. બાકી પાંચ બાંધતા નથી પ્રતિપદ્યમાન આશ્રી મનુષ્ય, મનુષ્યણું બાંધે છે તેના ૮ ભાંગા છે, અસંયેગી ૪, દ્વિસંગી ૪ (૧) મનુષ્ય એક (૨) મનુષણ એક (૩) મનુષ્ય ઘણુ (૪) મનુષણ ઘણી (૫) મનુષ્ય એક, મનુષણ એક (૬) મનુષ્ય એક, મનુષ્યનું ઘણું (૭) મનુષ્ય ઘણુ, મનુષણ એક (૮) મનુષ્ય ઘણા, મનુષણ ધણી.
૩. ગૌતમઃ અહે ભગવન્! ઈર્યાપથિક કર્મ શું સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે, નપુંસક બાંધે છે, ઘણી સ્ત્રીઓ બાંધે છે, ઘણુ પુરુષે બાંધે છે, ઘણુ નપુંસકે બાંધે છે, સ્ત્રી, પુરુષ, નેનપુંસક બાંધે છે ?
મહાવીર : હે ગૌતમ ! સ્ત્રી બાંધતી નથી, પુરુષ બાધ નથી. નપુંસક બાંધતે નથી. ઘણી સ્ત્રીઓ નથી બાંધતી, ઘણા પુરુષે નથી બાંધતા, ઘણુ નપુંસકો નથી બાંધતા, સ્ત્રી પુરુષ, નેનપુંસક બાંધે છે. પૂર્વ પ્રતિપન્ન આશ્રી વેદ રહિત (અવેદી, ઘણુ જીવ બાંધે છે) વર્તમાન પ્રતિપન્ન (પ્રતિપદ્યમાન) આશ્રી વેદ રહિત એક જીવ તથા ઘણું જીવ બાંધે છે. તેના (પ્રતિપદ્યમાનના) ૨૬ ભાંગા છે. અસગી ૬, દ્વિસંગી ૧૨, ત્રિસયેગી ૮, અસંગી ભાંગા ૬ આ પ્રમાણે છે.
(૧) સ્ત્રી પછાડા એક (૨) પુરુષ પછાકડા એક (૩) નપુંસક પચ્છાકડા એક (૪) પુરુષ પછાકડા ઘણા (૫) સ્ત્રી પછાકડા ઘણુ (૬) નપુંસક પછાકડા ઘણું. દ્વિસંગી ૧૨ (૧) સ્ત્રી પછાકડા એક (૨) સ્ત્રી પછાકડા એક, પુરુષ પછાકડા ઘણું (૩) સ્ત્રી પછાકડા ઘણું, પુરુષ પછાકડા એક (૪) સ્ત્રી પછાકડા ઘણ, પુરુષ પછાકડા ઘણુ (૫ થી ૧૨) જેવી રીતે સ્ત્રી પઠાકડા પુરુષ પછાકડાના કહ્યા તે પ્રમાણે ચાર ભાંગા સ્ત્રી પછાકડા, નપુંસક પછાકડા તથા ચાર ભાંગા પુરુષ
ઇપથિક બંધના પહેલા સમયમાં વર્તમાન હોય છે તેને પ્રતિપદ્યમાન કહે છે. તેને વિરહ હોઈ શકે છે. એટલા માટે તેના અસંયોગી ચાર એમ દ્વિસંગી ૪ એમ આઠ ભાગ હોય છે.
જે જીવ ગયા કાળમાં સ્ત્રી હોય, વર્તમાનમાં અવેદી હોય તેને સ્ત્રી પછાકડા કહે છે. તેવી રીતે પુરુષ પછાકડા અને નપુંસક પછાકડા પણ સમજી
લેવા.