________________
૧૫ર
શ્રી ભગવતી ઉપક્રમ
(૭૦) પરિષહ . - ગૌતમ: હે ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી કહેવામાં આવી છે?
મહાવીરઃ હે ગૌતમ! કર્મ પ્રકૃતિએ આઠ કહેવામાં આવી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, શેત્ર અને અંતરાય.
ગૌતમ હે ભગવન ! કેટલા પરિષહે કહ્યા છે?
મહાવીરઃ હે ગૌતમ! પરિષહ ૨૨ છે. સુધા, તૃષા, શીત, ઉણ, દંશ-મસક (ડાંસ-મચ્છર), નમ્રતા, અરતિ, (કંટાળે), સ્ત્રી, ચર્યા (ગામે ગામ પગપાળા ફરવું તે), નૈધિક (મશાન વગેરે સ્વાધ્યાય, ધ્યાન ઈત્યાદિનાં સ્થાન) શય્યા, આક્રેશ (તિરસ્કાર), વધ (માર), યાચના, અલાભ,
ગ, તૃણસ્પર્શ, જલ્લ (મળ), સત્કાર, પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શ (શ્રદ્ધા).
આ બધી સાધકના માર્ગમાં આવતી મુશ્કેલીઓ છે.
તે બાવીસે પરિષહેને ચાર કર્મ પ્રકૃતિમાં સમાવેશ થાય છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય અને અંતરાય. - તેમાં જ્ઞાનાવરણીય કર્મમાં પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહને સમાવેશ થાય છે. પ્રજ્ઞાને અભાવ તેમ જ જ્ઞાનને અભાવ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ થાય છે.
વેદનીય કર્મમાં સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ-મસક, ચર્યા, શા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલપરિષહ એ અગિયારને સમાવેશ થાય છે.
દર્શન મેહનીય કર્મમાં દર્શન પરિષહ એકલાને સમાવેશ થાય છે.
ચારિત્ર મેહનીય કર્મમાં અતિ, નગ્નતા, સ્ત્રી, નૈશ્વિકી, યાચના, આશ્ચરા અને સત્કાર પુરસ્કાર એ સાતને સમાવેશ થાય છે.
અંતરાય કર્મમાં અલાભ પરિષહને સમાવેશ થાય છે.
(આયુષ્ય સિવાયનાં) સાત પ્રકારનાં કર્મ બાંધનારને બાવીસ પરિષહે કા છે. પરંતુ એક સાથે તે વીસને અનુભવે છે. કારણ કે જ્યારે