________________
૧૩૦
-શ્રી ભગવતી ઉપક્રમ
ચાર જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના. અવેજીમાં પાંચ જ્ઞાનની ભજના.
(૧૬) આહારદ્વારઃ આહારકમાં પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાનની ભજના.' અનાહારકમાં ચાર જ્ઞાન (મન:પર્યવજ્ઞાન સિવાય) ત્રણ અજ્ઞાનની ભજના.
' (૧૭) જ્ઞાનગેચરદ્વાર પાંચ જ્ઞાનને વિષય સંક્ષેપથી ચાર પ્રકારને કહે છે તે આ પ્રમાણે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. આભિનિબેધિક જ્ઞાની (મતિજ્ઞાની) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આદેશ વડે (સામાન્ય રૂપે) સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણે છે અને દેખે છે.* - શ્રુતજ્ઞાની ઉપગ સહિત સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણે છે અને દેખે છે.
૧. આહારદ્વારમાં જેમ સકષાયી ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા તેમ આહારક પણ એ પ્રમાણે જાણવા. પરંતુ આહારકોને કેવળજ્ઞાન પણ હોય છે. કેમકે કેવળજ્ઞાની આહારક છે. * ૨. વિગ્રહગતિ, કેવળ સમુધાત અને અયોગીપણામાં જીવો અનાહારક હોય છે અને બાકીની અવસ્થામાં આહારક હોય છે. મન:પર્યવજ્ઞાન આહારકને જ હોય છે અને અનાહારકને આદિના ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિગ્રહગતિમાં અને કેવળજ્ઞાનીને એક કેવળજ્ઞાન કેવળિ સમુદ્ધાત અને અયોગી અવસ્થામાં હોય છે, એ માટે અનાહારક જીવોને મન:પર્યાવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા છે.
૩. પાંચેય જ્ઞાનના વિષયની વિશેષ સમજણ માટે જુઓ પરિશિષ્ઠ. ; ૪. ભગવતી સૂત્રના ૮ મા શતકના બીજા ઉદેશાની ટીકામાં કહેલ છે.
અવાય ધારણે જ્ઞાનમ અવગ્રહ–હે દર્શનમ” એટલે કે અવામ અને ધારણા જ્ઞાનરૂપ છે તથા અવગ્રહ અને ઈહા દર્શનરૂપ છે. આ માટે અવાય અને ધારણાની અપેક્ષાએ જાણવાનું કહેલ છે તથા અવગ્રહ અને હાની અપેક્ષાથી જોવાનું કહેલ છે.
જાતિસ્મરણ મતિજ્ઞાનના પેટામાં (અંતર્ગત) છે. એ કારણથી ભગવતી સૂત્રમાં “જાણેઈ પાસેઈ” કહેલ છે. નંદી સૂત્રમાં “જાણેઈ નપાસઈ કહેલ છે. કારણ કે મતિજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે.