________________
૧૩૯
લબ્ધિ વિચાર ભગવતી શ૮. ઉ= વિશેષ ધર્મો તે શ્રુતજ્ઞાનના પરપર્યા છે. અવધિજ્ઞાનના અનંત સ્વપર્યા છે. કારણ કે તેના ભવપ્રત્યય અને ક્ષાપશમિક ભેદથી, નારક તિર્યંચ મનુષ્ય અને દેવરૂપ સ્વામીના ભેદથી, અસંખ્ય ક્ષેત્ર અને કાળના ભેદથી અનંત દ્રવ્ય પર્યાયના ભેદથી અને તેના અનંત અંશે થતા હોવાથી તેના અનંત ભેદે થાય છે. એ પ્રમાણે, મન:પર્યવજ્ઞાનના અને કેવળજ્ઞાનના વિષયના અનંત ભેદથી તેમ અનંત અંશેની કલ્પનાથી અનંત પર્યાયે થાય છે.
મન:પર્યવજ્ઞાનના પર્યાયેના સંબંધમાં સ્વપર્યાયની અપેક્ષાએ અ૫બહુ સમજવું. કેમકે સ્વ અને પરપર્યાયની અપેક્ષાએ સર્વજ્ઞાનના સરખા પર્યાયે છે. તેમાં સૌથી છેડા મન:પર્યવજ્ઞાનના પર્યાયે છે. કેમકે તેને વિષય માત્ર મન છે. તેથી અવધિજ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કેમકે મનઃ પર્યવજ્ઞાનની અપેક્ષાએ અવધિજ્ઞાનને વિષય દ્રવ્ય અને પર્યાથી અનંત ગુણ છે. તેથી શ્રુતજ્ઞાનના પર્યાયે અનંત ગુણ છે. કેમકે તેને વિષય રૂપી અને અરૂપી દ્રવ્ય હેવાથી તેનાથી અનંતગુણ છે. તેથી આભિનિબંધિક જ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કારણ કે તેને વિષય અભિલાપ્ય (કથન ગ્ય) અને અનભિલાય (શબ્દાતીત) પદાર્થો હેવાથી તેથી (શ્રુતજ્ઞાનના પર્યાયેથી) અનંત ગુણ છે. તેથી કેવલજ્ઞાનના પર્યાયે અનંત ગુણ છે. કેમકે તેને વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયે હોવાથી અનંત ગુણ છે. તે પ્રમાણે અજ્ઞાનેના અ૯પબહુવનું કારણ જાણી લેવું.
જ્ઞાન અને અજ્ઞાનના મિશ્રસૂત્રને વિષે સૌથી થેડા મન ૫ર્યવજ્ઞાનના પર્યાયે છે. તેથી વિર્ભાગજ્ઞાનના પર્યાયે અનંત ગુણ છે. કેમકે ઉપરના રૈવેયકથી આરંભી સાતમી (નરક) પૃથ્વીમાં અને તિર્થક અસંખ્યાત દ્વિપસમુદ્રમાં રહેલા કેટલાક રૂપી દ્રવ્યો અને તેના કેટલાક પર્યાયે વિર્ભાગજ્ઞાનને વિષય છે, અને તે મન પર્યાવજ્ઞાનના વિષયની અપેક્ષાએ અનંતગુણ છે. વિર્ભાગજ્ઞાનથી અવધિજ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કેમકે અવધિજ્ઞાન વિષય સકલ રૂપી દ્રવ્ય અને પ્રત્યેક દ્રવ્યના અસંખ્યાત પર્યા છે. અને તે વિભંગજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણ છે. તેથી શ્રત, અજ્ઞાનના પર્યાયે અનંતગુણ છે. કેમકે શ્રુતજ્ઞાનને વિષય શ્રુતજ્ઞાનની પેઠે