________________
લબ્ધિ વિચાર ભગવતો શ–૮. ઉ–રે.
૧૩૧
અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્ય અનંતાનંત રૂપી દ્રવ્ય જાણે દેખે છે અને ઉત્કૃષ્ટથી સČરૂપી દ્રવ્ય જાણે દેખે છે, ક્ષેત્રથી જધન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જાણે દેખે છે, ઉત્કૃષ્ટથી સલાક અને લેાક જેવડા અસંખ્યાતા ભાગ અલેાકમાં જાણે દેખે છે. કાળથી જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગ ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણે દેખે છે, ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ જાણે દેખે છે. ભાવથી જઘન્ય અનંતા ભાવ જાણે દેખે છે. અને ઉત્કૃષ્ટથી સર્વભાવ જાણે દેખે છે.
*
મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે: ઋનુમતિ અને વિપુલમતિ. ઋન્નુમતિ દ્રવ્યથી અનંતાઅનંત પ્રદેશી સ્મુધ જાણે દેખે છે. ક્ષેત્રથી જઘન્ય આંશુલના અસંખ્યાતમા ભાગ, ઉત્કૃષ્ટ અધેલાકમાં રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરના અને નીચેના નાના પ્રતરાને દેખે છે. ઉષ્ણ દ્વિશામાં જ્યાતિષીના ઉપરના તળાને જાણે દેખે છે. તિય શિામાં અઢીદ્વીપમાં અઢીઆંશુલ કમ ક્ષેત્ર સુધીના સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત જીવાના મનના ભાવાને જાણે દેખે છે. કાળથી પલ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણુ ભૂતકાળ તથા ભવિષ્યકાળ સંબંધી જાણે દેખે છે. ભાવથી અનંતા ભાવ જાણે દેખે છે. ઉત્કૃષ્ટથી સભાવાના અનંતમા ભાગને જાણે દેખે છે.
વિપુલમતિનું કથન ઋજુમતિના સમાન જાણુછ્યું. પરંતુ વિશેષતા એ છે કે ક્ષેત્રની અપેક્ષા સંપૂર્ણ અઢીદ્વીપ જાણે દેખે છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં કંઇક વધુ વિસ્તાર સાથે નિ`ળ, અધિક સ્પષ્ટપણે જાણું છે.
કેવળજ્ઞાનના બે ભેદ છે—ભવસ્થ કેવળજ્ઞાન અને સિદ્ધ કેવળજ્ઞાન. કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે દેખે છે.
મતિઅજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગ્રહણ કરેલ પુદ્ગલેને જાણે દેખે છે. શ્રુતઅજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગ્રહણ કરેલ પુદ્ગલાને કહે છે, બતાવે છે અને પ્રરૂપે છે. વિભ ́ગજ્ઞાની દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગ્રહણુ કરેલ પુદ્ગલાને જાણે દેખે છે,