________________
૧૨૭
લબ્ધિ વિચાર ભગવતી શ. ૮ ઉ. ૨
(૫ થી ૯): અંતરાય કર્મના ક્ષય કે ક્ષયપશમથી નીચેની પાંચ લબ્ધિ ઉપ્તન્ન થાય છે. (૧) દાન લબ્ધિ (૨) લાભ લબ્ધિ (૩) ભેગ લબ્ધિ (૪) ઉપગ લબ્ધિ (૫) વીર્ય લબ્ધિ. તેના લબ્ધિયામાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના. અને તેના અલબ્ધિયામાં કેવળજ્ઞાનની નિયમા." બાલવીર્યર લબ્ધિમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાનની ભજના. બાલપંડિત વીર્ય લબ્ધિમાં ત્રણ જ્ઞાનની ભાજના અને તેના અલબ્ધિયામાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનની ભજના. પંડિતવીર્ય- લબ્ધિમાં પાંચ જ્ઞાનની ભાજના અને તેના અલબ્ધિયામાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના.
૧૦ઇન્દ્રિયલબ્ધિ: મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી પ્રાપ્ત થયેલ ભાવેદ્રિયને તથા એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મ અને પર્યાપ્ત નામકર્મના ઉદયથી દ્રવ્યેન્દ્રિયોને લાભ થવે તેને ઈન્દ્રિય લબ્ધિ કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) શ્રોત્રેન્દ્રિય લબ્ધિ (૨) ચક્ષુઈન્દ્રિય લબ્ધિ
૧. અંતરાય કમનો ક્ષય થવાથી કેવળજ્ઞાનીને દાનાદિક પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. તેથી સિદ્ધોની પણ દાનાદિકમાં પ્રવૃત્તિ થવી જોઈએ. પરંતુ તેઓ કૃતકૃત્ય થયેલા હોવાથી અને પ્રયોજનના અભાવથી તેઓની દાનાદિકમાં પ્રવૃત્તિ થતી નથી. સિદ્ધોને દાનાદિક પ્રોજનના અભાવથી દાનાદિલબ્ધિ રહિત કહ્યા છે તેથી પાંચેયલબ્ધિના અલયિામાં કેવળજ્ઞાનની નિયમા કહી છે.
૨. બાલવીર્ય લબ્ધિવાળા અસંયત (અવિરતિ) કહેવાય છે. તેમાં જ્ઞાનીને ત્રણ જ્ઞાન અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ છે.
૩. બાલવીર્ય લબ્ધિ હિત જીવો તે સર્વવિરતિ, દેશવિરતિ અને સિદ્ધો જાણવા. તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે..
૪. પંડિતવીર્યના અલબ્ધિયામાં અસંયત, દેશસંયત અને સિદ્ધો છે. તેમાં અસંયત જીવોમાં અવિતિસમદષ્ટિ આદિને ત્રણ જ્ઞાન ભજનાએ છે. અને મિશ્ચાદષ્ટિ તથા મિશ્રદષ્ટિ જીવોને ત્રણ અજ્ઞાન ભજનાઓ હોય છે. દેશસંયતને ત્રણ જ્ઞાન ભજનાએ હોય છે અને સિદ્ધ ભગવાનને એક કેવળજ્ઞાન હોય છે. તેથી પંડિતવીર્યના અલબ્ધિમાં મન:પર્યવસાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા. અહિંસાદિ ધર્મવ્યાપારમાં પ્રવૃત્તિના અભાવની અપેક્ષાએ સિદ્ધિો પંડિતવીર્ય લબ્ધિ રહિત છે અને તેઓને એક કેવળજ્ઞાન હોય છે.