________________
શ્રી ભગવતી ઉપામ
નાઃ હે દેવાનુપ્રિય! સપ્રદેશી–અપ્રદેશમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા અલ્પ બહુત ફરમાવે !
નિ. હે પારદપુત્ર અણગાર! (૧)સર્વથી* થોડા ભાવથી અપ્રદેશી (૨) તેથી કાળથી અપ્રદેશી અસંખ્યાત ગુણ (૩) તેથી દ્રવ્ય અપ્રદેશી અસંખ્યાત ગુણા (૪) તેથી ક્ષેત્રથી અપ્રદેશી અસંખ્યાત ગુણા (૫) તેથી ક્ષેત્રથી સપ્રદેશી અસંખ્યાત ગુણા (૬) તેથી દ્રવ્યથી સપ્રદેશી વિશેષાધિક (૭) તેથી કાળથી સપ્રદેશી વિશેષાધિક (૮) તેથી ભાવથી સપ્રદેશી વિશેષાધિક.
આ પ્રમાણે અર્થ સાંભળીને નારદપુત્ર અણગારે નિયંઠિપુત્ર અણગારથી સંતોષ પામી વંદના નમસ્કાર કર્યા અને ક્ષમા માગી.
(૩૯) વેદના અને નિર્જર
ભગવતી શ. ૬ ઉ. ૧ ને અધિકાર વેદના એટલે કર્મફળરૂપે સુખદુઃખાદિ પ્રાપ્ત થવાં તે. અને નિર્જરા એટલે કર્મનું ફળ ભેગવાઈ જતાં તેનું આત્મામાંથી ખરી પડવું તે.
ગૌતમ: હે ભગવન! જે મહા વેદનાવાળે હોય તે મહા નિર્જરાવાળ પણ હોય? અને મહા વેદનાવાળામાં તથા અલપ વેદનાવાળામાં પ્રશસ્ત નિર્જરાવાળો જીવ જ ઉત્તમ કહેવાય કે કેમ?
*(૧) સર્વથી થોડા ભાવથી અપ્રદેશી જેમકે-એક ગુણકાળો, નીલે આદિ. (૨) તેથી કાળથી અપ્રદેશી અસંખ્યાત ગુણ જેમ કે-એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ. (૩) તેથી દ્રવ્યથી અપ્રદેશી અસંખ્યાત ગુણ જેમ કેસર્વ પરમાણુ પુદગલ. (૪) તેથી ક્ષેત્રથી અપ્રદેશી અસંખ્યાત ગુણ-જેમ કે એક એક આકાશ પ્રદેશ અવગાહ્યા પુદગલે. (૫) તેથી ક્ષેત્રથી સપ્રદેશી અસંખ્યાત ગુણ, જેમ કે બે આકાશ પ્રદેશ અવગાહ્યા પુદગલ. (૬) તેથી દ્રવ્યથી સપ્રદેશી વિશેષાધિક જેમ કે–એ પ્રદેશ સ્કંધ, ત્રણ પ્રદેશી ઢંધ યાવત અનંત પ્રદેશ સ્કંધ, (૭) તેથી કાળથી સપ્રદેશી વિશેષાધિક જેમ કે બે સમય, ત્રણ સમય યાવત અસંખ્યાત સભ્યની સ્થિતિવાળા પુદગલ. (૮) તેથી ભાવથી સપ્રદેશી વિશેષાધિક જેમ કે બે ગુણકાળા, ત્રણ ગુણકાળા યાવત્ અનંત ગુણકાળા આદિ પુદ્ગલે.