________________
સપ્રદેશઅપ્રદેશી ભગવતી શ–૫. ઉ–..
નિ: હે આર્ય ! આપની ધારણા પ્રમાણે શું સર્વ પુદગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા અર્ધ-મધ્ય અને પ્રદેશ સહિત છે?
નાઃ હે આર્ય ! મારી ધારણું પ્રમાણે એમ જ છે.
નિ: આર્ય ! જે સર્વ પુદ્ગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષા અર્ધ-મધ્ય અને પ્રદેશ સહિત છે, તે આપની ધારણા પ્રમાણે એક પરમાણુ યુગલ એક પ્રદેશ અવગાઢ પગલ, એક સમયની સ્થિતિવાળા પુગલએક ગુણ કાળા પુદ્ગલ અર્ધ-મધ્ય અને પ્રદેશ સહિત દેવા જોઈએ, તેથી રહિત નહિ અને જે આપની ધારણ તેવી જ હોય તે પરમાણુ પુદગલમાં તેવી જ આપત્તિ આવશે એટલે આપની ધારણું મિથ્થા સાબિત ઠરશે.
ત્યારે નારદપુત્ર અણગારે કહ્યું કે હે દેવાનુપ્રિય! હું એ જાણી, દેખી કે સમજી શકતા નથી. માટે આપ ફરમાવે.
નિ. હે આર્ય! મારી ધારણા પ્રમાણે સર્વ પુદ્ગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી કદાચ સપ્રદેશી છે અને કદાચ અપ્રદેશી છે. જે પુગલ દ્રવ્યથી અપ્રદેશી છે તે ક્ષેત્રથી નિયમા અપ્રદેશી હોય છે. કાળથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે અને ભાવથી કદાચ અપ્રદેશી હેય, કદાચ સપ્રદેશી હોય છે. જે પુગલ ક્ષેત્રથી અપ્રદેશી છે, તે દ્રવ્યથી, કાળથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુગલ કાળથી અપ્રદેશ છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુલ ભાવથી અપ્રદેશી છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુદગલ દ્રવ્યથી સપ્રદેશી છે તે ક્ષેત્રથી, કાળથી, ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુદ્ગલ ક્ષેત્રથી સપ્રદેશી હોય છે તે દ્રવ્યથી નિયમ સપ્રદેશી હોય છે. કાળથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુગલ કાળથી સપ્રદેશી હોય છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હોય છે. જે પુગલ ભાવથી સપ્રદેશી હેય છે તે દ્રવ્યથી, ક્ષેત્રથી, અને કાળથી કદાચ સપ્રદેશી અને કદાચ અપ્રદેશી હેય છે.