________________
૧૧૪
- ભંગવતી ઉપક્રમ . ગૌતમ? હે ભગવન્ ! મિશ્ર પરિણત યુગલે કેટલા પ્રકારના કહા છે?
મહાવીરઃ હે ગૌતમ! મિશ્ર પરિણત પુદ્ગલે પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે એકેન્દ્રિય મિશ્ર પરિણત એમ પંચેન્દ્રિય સુધી.
ગૌતમહે ભગવન્વિસસા પરિણત-સ્વભાવથી પરિણામને પ્રાપ્ત થયેલ પુદ્ગલે કેટલા પ્રકારના કહ્યા છે?
મહાવીરઃ હે ગૌતમ! પાંચ પ્રકારના છે. વર્ણ પરિણત, ગંધ પરિણત, રસ પરિણત, સ્પર્શ પરિણુત, અને સંસ્થાન પરિણુત* - ગૌતમઃ હે ભગવન! પ્રયોગ પરિણત મિશ્ર પરિણત અને વિસસા પરિણત એ પુદ્ગલેમાં ક્યા પગલે તેનાથી વિશેષાધિક છે? " મહાવીર : હે ગૌતમ! સૌથી થોડા પ્રગ પરિણાઈ છે. તેથી મિશ્ર અનંતગણુ છે. અને તેથી વિસસા પરિણત અનંત ગણું છે. * ગૌતમ હે ભગવન !તે એમ જ છે. હે ભગવન !તે એમ જ છે.
* *તે વર્ણ વગેરેના પેટા વિભાગો પણ મૂળમાં ગણાવ્યા છે. મૂળમાં આની પછી પ્રયોગના મન-વાણુ–કાયના પ્રયોગ એમ ત્રણ પેટા વિભાગ પાડ્યા છે, અને મન–વાણુના પાછા સત્ય, મિથ્યા, આદિ પેટા વિભાગ પાડ્યા છે. કાય પ્રયોગમાં ઔદારિકાદિ શરીરરૂપે પેટા વિભાગ પાડવા છે, અને તે દરેકના પાછા એકેન્દ્રિયાદિ રૂપે પેટા વિભાગ પાડ્યા છે, તે જ પ્રમાણે, મિશ્રના પણ મનોમિશ્ર, વચનમિશ્રાદિ પેટા વિભાગ પાડયા છે. અને વિસ્ત્રસાના વર્ણાદિ પેટા વિભાગ પાડયા છે; તે વર્ણાદિના પણ કૃષ્ણદિ પેટા વિભાગ પાડ્યા છે.
આમ, એક દ્રવ્યની અપેક્ષાએ આટલે વિસ્તાર કરી, પાછું બે દ્રવ્યોની અપેક્ષાએ તે બધું ગણાવ્યું છે. તેમાં એક અમુક રીતે અને બીજું બીજી રીતે એવા પણ વિભાગ સંભવતા હોવાથી વિસ્તારનો પાર નથી રહ્યો. એ પ્રમાણે પાછો ત્રણ દ્રવ્યોને, અને અંતે ચાર દ્રવ્યોનો એમ અસંખ્યાત અને અનંત દ્રવ્યનો ઉલ્લેખ કરી પ્રકરણ પૂરું કર્યું છે. : - કારણ કે પ્રયોગ પરિણત એટલે શરીરાદિ રૂપે પરિણત. પરંતુ જીવ પુદગલનો સંબંધકાળ થડો છે, તેથી તે થોડાં છે, વિશ્વસા તો અનંતા છે. કારણ કે જીવથી પ્રહણ ન થાય તેવાં પણ અનંત પુદ્ગલે છે.