________________
લબ્ધિ વિચાર ભગવતી શ–૮. ઉ-૨
૧૨૧ (૨) ગતિદ્વારઃ નરકગતિક અને દેવગતિકમાં ત્રણ જ્ઞાનની નિયમા, ત્રણ અજ્ઞાનની ભજના, તિર્યંચગતિકમાં બે જ્ઞાન બે અજ્ઞાનની નિયમા, મનુષ્યગતિકમાં ત્રણ જ્ઞાનની ભજના, બે અજ્ઞાનની નિયમ સિદ્ધગતિકમાં કેવળજ્ઞાનની નિયમા.
૧. નિરય-નરક-ને વિષે ગતિ-ગમન જેઓનું છે તેઓ નિરયગતિક કહેવાય છે. એટલે સમષ્ટિ કે મિદષ્ટિ, જ્ઞાની કે અજ્ઞાની પંચેન્દ્રિયતિયચ અમે મનુષ્ય નરકમાં ઉન્ન થવાવાળા અત્તરગતિમાં વર્તતા હોય તે નિરયગતિક સમજવા. તે માટે અહીં નિરય શબ્દની સાથે ગતિ ગ્રહણ કરેલ છે. નિરયગતિકને જે તે જ્ઞાની હોય તો તેને ત્રણ જ્ઞાન અવશ્ય હોય છે. કેમકે તેને અવધિજ્ઞાન ભવપ્રત્યય હોવાથી તે અન્તરગતિમાં પણ હોય છે. અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. કેમકે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નરકમાં જાય ત્યારે અપર્યાપ્તાવસ્થાએ વિર્ભાગજ્ઞાન ન હોવાથી તેને બે અજ્ઞાન હોય છે, અને મિથ્યાષ્ટિ સંસીને ત્રણ અજ્ઞાન હોય છે. કારણ કે તેને ભવપ્રત્યય વિર્ભાગજ્ઞાન હોય છે. .
૨. દેવગતિમાં જતાં અન્તરાલગતિએ વર્તતા જીવો નરકગતિકની પેઠે જાણવા. કેમકે જે જ્ઞાની દેવગતિમાં જાય છે તેઓને ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવાયુષને પ્રથમ સમયે જ ઉન્ન થાય છે. તેથી નારકોની પેઠે તેઓને ત્રણ જ્ઞાન અવશ્ય હોય છે. જેઓ અજ્ઞાની છે અને અસંજ્ઞી થકી દેવગતિમાં ઉન્ન થાય છે, તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિસંગજ્ઞાનનો અભાવ હોવાથી બે અજ્ઞાન હોય છે. જે અજ્ઞાની સંસી થકી આવી દેવગતિમાં ઉન્ન થાય છે તેને ભવપ્રત્યય વિર્ભાગજ્ઞાન હોવાથી ત્રણ અજ્ઞાન હોય છે.
૩. તિર્યંચગતિમાં જતાં વચ્ચે અન્તરાવગતિમાં વર્તતા હોય તે તિર્યંચગતિક છવો જાણવા. તેને બે જ્ઞાન અને અજ્ઞાન હોય છે. કેમકે સમ્યફદષ્ટિ છો અવવિજ્ઞાનથી પડ્યા પછી મશ્રિતજ્ઞાન સહિત તિર્યંચગતિમાં જાય છે. તેથી તેને બે જ્ઞાન હોય છે, અને મિયાદષ્ટિ જીવ વિભંગનાનથી પડ્યા પછી તિર્યંચગતિમાં જાય છે. માટે તેને બે અજ્ઞાન હોય છે..
૪. મનુષ્ય ગતિમાં જતાં અંતરાલગતિએ વર્તતા હેય તે અહીં મનુષ્ય ગતિક જાણવા, તેમાંના કેટલાક જીવો જે જ્ઞાની છે. તે તીર્થકરની પેઠે અવધિજ્ઞાન સાથે જ મનુષ્ય ગતિમાં જાય છે, અને કેટલાક તેને છોડીને જાય છે. માટે તેઓને ત્રણ અથવા બે જ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે તેઓ વિભંગણાનથી પડયા પછી મનુષ્યગતિમાં ઉન્ન થાય છે, માટે અવશ્ય તેને બે અજ્ઞાન હોય છે. . .