________________
પ્રત્યાખ્યાન વિષે ભગવતી શ–૭. ઉ–૨.
૯૯
""
તપ કરવું તે સાકાર તપ. અપવાદ સિવાય તપ કરવું તે “નિરાકાર તપ.” કોળિયા, ઘર, ચીજ, વગેરેનું પિરમાણુ કરવું તે “કૃતપરિમાણુ તપ.” ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા તે “ નરવિશેષ તપ ” મુષ્ટિ ઇત્યાદિ સંકેતપૂર્વ કતપ કરવું તે “ સ ંકેતતપ. ” (એટલે કે વાળેલી મૂઠી ઉધાડું નહિ ત્યાં સુધી અમુક કામ ન કરું, ઇત્યાદિ). અને કાળનું પ્રમાણ કરી તપ કરવું તે “ અદ્ધાતપ ”.
દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના સાત પ્રકાર છે. દશે દિશામાં અમુક ક્ષેત્રમાં જ પ્રવૃત્તિની મર્યાદારૂપ “ દિગ્દત.” ઉપભોગ પરિભાગની વસ્તુઓનું પરિમાણુ કરવું તે “ ઉપભાગ-પરિભાગ પિરમાણુ, ” નિષ્પ્રયેાજન અધર્મ વ્યાપારના ત્યાગ તે “અનદડ વિરમણુ.” માઠાધ્યાનના તથા કાયિકવાચિક પાપ કર્મના ત્યાગ કરી સમતા ધારણ કરવારૂપ તે “સામાયિક. ” દ્વિગ્નતમાં જે મર્યાદા બાંધી હાય તેને રાત-દિવસ પ્રહર પૂરતી રાખવી તે “ દેશાવગાશિક, ” આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરવા, કુપ્રવૃત્તિના ત્યાગ કરવા, બ્રહ્મચર્ય ધારણ કરવું અને સ્નાનાદિ સંસ્કારના ત્યાગ કરવા તે પૌષધોપવાસ.” અને સાધુઓને અન્નાદ્વિ આપવાં તે “અતિથિસ વિભાગ.”
''
આ ઉપરાંત, છેલ્લી-મરણકાળે-સ લેખના એટલે કે શરીર અને કષાયાદિને કૃષ કરનાર (ઉપવાસરૂપ) તપવિશેષ તે “ અપચ્છિમ મારણાન્તિક–સ લેખના ” દેશાત્તર ગુણવાળાને દેશાત્તર ગુણુરૂપ અને સર્વાંત્તર ગુણવાળાને સર્વાંત્તર ગુણુરૂપ છે. તે પણ દેશેાત્તર ગુણવાળાને પણ અતે કરવા ચેાગ્ય છે.
(૧) ગૌતમ : હે ભગવન્ ! જીવે મૂલગુણ પ્રત્યાખ્યાની છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાની છે ?
મહાવીર : હે ગૌતમ ! જીવા ત્રણે પ્રકારના છે. નારકો તેમ જ ચતુરિન્દ્રિય સુધીના જીવા અપ્રત્યાખ્યાની છે. પંચેન્દ્રિય તિય ઇંચ (જો કે પ ંચેન્દ્રિય તિર્યંચા અંશથી જ મૂલગુણ પ્રત્યાખ્યાની છે. કારણ કે તેમનામાં સર્વ વિરતિના અભાવ છે) અને મનુષ્ય ત્રણે પ્રકારના છે. ભવનપતિ અને વાણવ્યંતર, ન્યાતિષી અને વૈમાનિક અપ્રત્યાખ્યાની છે,