________________
કરે.
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીરઃ હે ગૌતમ! વનસ્પતિનાં મૂળ, મૂળના જીવથી વ્યાપેલાં છે. યાવત્ બીજ, બીજના જીવથી વ્યાપેલાં છે.
ગૌતમ? હે ભગવદ્ ! વનસ્પતિને જીવ કઈ રીતે આહાર લે છે અને કઈ રીતે પરિણાવે છે?
મહાવીરઃ હે ગૌતમ! વનસ્પતિનાં મૂળ પૃથ્વીથી સંબદ્ધ જોડાયેલી છે, જેનાથી વનસ્પતિ આહાર લે છે અને પરિણુમાવે છે. એ રીતે બી સુધી ૧૦ અલાવા કહેવાં.
ગૌતમ: હે ભગવદ્ ! આલુ (બટાટા), મૂળા, આદિ અનેક વનસ્પતિઓ અનંત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે ?
મહાવીરઃ હા. ગૌતમ ! આલુ, મૂળા, આદિ અનેક વનસ્પતિઓ અનંત જીવવાળી અને ભિન્ન ભિન્ન જીવવાળી છે.
ગૌતમ હે ભગવન્! કૃષ્ણલેશી, નરયિક, અલ્પકમ અને નીલેશી નૈરયિક મહાકમી હેઈ શકે?
મહાવીરઃ હા ગૌતમ! સ્થિતિ અપેક્ષાએ કૃષ્ણલેશી નૈરયિક અલ્પકમી અને નીલલેશી નૈરયિક મહાકમાં હેઈ શકે છે. એ રીતે
તિષી દેવને વજીને ૨૩ દંડકમાં જેમાં જેટલી લેશ્યા લાભ એટલી લેસ્થાથી અલપકમી અને મહાકર્મ કહેવા.
કૃષ્ણલેશ્યા અત્યંત અશુભ પરિણામરૂપ છે. તે અપેક્ષાએ નીલેશ્યા કંઈક શુભ પરિણામરૂપ છે. એટલે સામાન્યતઃ કૃષ્ણલેશ્યાવાળા મહાકની અને નીલ ગ્લેશ્યાવાળા અલ્પકમી હોય છે. પરંતુ કદાચ આયુષ્યની સ્થિતિની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા અલ્પકમી અને નીલ ગ્લેશ્યાવાળા મહાકમી પણ હોઈ શકે છે. જેમ કે કૃષ્ણલેશ્યાવાળા નરયિક, જેણે પિતાના આયુષ્યની બહુસ્થિતિ ક્ષય કરી છે અને બહુકમ પણ ક્ષય કર્યા છે એની અપેક્ષા કોઈ નીલેશ્યાવાળા નરયિક ૧૦ સાગરોપમની સ્થિતિથી પાંચમી નરકમાં હમણું તુરત ઉત્પન્ન થયા છે. એણે આયુષ્યની સ્થિતિ અધિક ક્ષય નથી કરી. એ માટે હમણાં એનાં બહુકમ બાકી છે. એ કારણે તે કૃષ્ણલેશી નરયિકની અપેક્ષાએ મહાકમ છે.
D જોતિષી દેવામાં ફક્ત એક તેજો લેશ્યા લાભે છે, બીજી લેશ્યા લાભે નહિ, એ કારણથી બીજી લેશ્યાની અપેક્ષાએ અલ્પકમી અને મહાકમાં કહી શકાય નહિ.