________________
ખેચર તિર્યંચ પચેન્દ્રિયની યોનિ ભગવતી શ. ૭ ઉ. ૫ ૧૦૩
ગૌતમ હે ભગવન! વેદના અને નિર્જરા એક કહી શકાય છે?
મહાવીર : હે ગૌતમ! વેદના અને નિર્જરા એક કહી શકાય નહિ. વેદના કર્મ છે અને નિર્જરા નેક છે. એ રીતે વેદના અને નિજેરામાં ત્રણકાળ અપેક્ષાએ કહેવું. વેદના અને નિર્જરને સમય એક નથી. જે સમયે વેદે છે તે સમયે નિર્જરતા નથી. જે સમયે નિજરે છે તે સમયે વેદતા નથી. વેદના અને નિર્જરાના સમય અલગ અલગ છે. એ રીતે ૨૪ દંડક પર ૧૨૦ અલાવા કહેવા.
ગૌતમ: હે ભગવન ! સમુચ્ચય જીવ શાશ્વત છે કે અશાશ્વત છે?
મહાવીર હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ (દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ) જીવ શાશ્વત છે અને પર્યાયની અપેક્ષાએ (પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) જીવ અશાશ્વત છે એ રીતે ૨૪ દંડક કહેવા.
(૫૨) ખેચર તિર્યંચ પંચેંદ્રિયની નિ સંગ્રહ
શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૫ ને અધિકાર जोणी संग्गह लेस्सा, दिछी णाणे य जोग उयओगे। उववाय ठिइसमुग्घाय, चवण जाइ कुल विहीओ ॥
ગૌતમ? હે ભગવન ! ખેચરતિર્યંચ પંચેન્દ્રિયની કેટલા પ્રકારની યોનિ છે?
મહાવીરઃ હે ગૌતમ! ત્રણ પ્રકારની છે. અંડજ, પિતજ,
છ ઉદયમાં આવેલાં કર્મને ભોગવવાં તે વેદના કહેવાય છે અને જે કર્મ ભોગવી ક્ષય કરી દીધાં તે નિર્જરા કહેવાય છે. એટએ વેદનાને કર્મ કહેલ છે અને નિર્જરાને કર્મ કહેલ છે.
* અંડજ–ઈડાથી ઉત્પન્ન થવાવાળા જીવ અંડજ કહેવાય છે, જેવાં કે કબૂતર–મોર આદિ. પિતજ-જે જીવ જન્મ સમયે ચર્મ (ચામડીથી) આવૃત થયેલ (ઢાંકેલ) કોથળી સહિત ઉત્પન્ન થાય છે તે પિતજ કહેવાય છે. જેવા કે હાથી, ચામાચીડિયાં, આદિ. સમુચ્છિમદેવનારકીની સિવાય જે જીવ માતા પિતાના સંગ વિના ઉત્પન્ન થાય છે તે સમ્યુમિ કહેવાય છે, જેવાં કે, કીડી, કંથવા, પતંગા, આદિ.