________________
૧૦૭
આયુષ્ય બંધ આદિ ભગવતી શ–-9. ઉ–
ગૌતમ? હે ભગવન! નારકીમાં ઉત્પન્ન થવાવાળા જીવ નરકનું આયુષ્ય આ ભવમાં વેદે છે કે નરકમાં ઉત્પન્ન થતી વખતે વેદ છે કે ઉત્પન્ન થયા બાદ વેદે છે?
મહાવીર : હે ગૌતમ! આ ભવમાં વેદતા નથી, પરંતુ ઉત્પન્ન થતી વખતે અને ઉત્પન્ન થયા બાદ વેદે છે (પહેલા ભાગમાં વેદતા નથી, બીજા ત્રીજા ભાંગામાં વેદે છે. એ રીતે ૨૪ દંડકમાં કહેવું.
ગૌતમ ઃ હે ભગવન ! નરકમાં ઉત્પન્ન થવાવાળા જીવ આ ભવમાં રહેતા મહાદનાવાળા હોય છે ? કે નરકમાં ઉત્પન્ન થતી વખતે મહાવેદનાવાળા હોય છે? કે નરકમાં ઉત્પન્ન થયા બાદ મહા વેદનાવાળા હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! આ ભવમાં રહ્યા હતા કદાચ મહા વેદનાવાળા હોય છે, કદાચ અલ્પ વેદનાવાળા હોય છે. નરકમાં ઉત્પન્ન થતે સમયે કદાચ મહાવેદનાવાળા હોય છે. કદાચ અપવેદનાવાળા હોય છે. નરકમાં ઉત્પન્ન થયા બાદ એકાંત દુઃખવેદના વેદે છે, કદાચ કંઈક સુખવેદના વેદે છે. દેવતામાં પહેલા બીજા ભાગમાં કદાચ મહા વેદનાવાળા કદાચ અ૫ વેદનાવાળા હોય છે, પરંતુ દેવતામાં ઉત્પન્ન થયા બાદ એકાંત શાતા વેદે છે, પરંતુ કિંચિત્ અશાતા વેદના પણ હોય છે. દસ દંડક દારિકના જીવ પહેલા બીજા ભાંગામાં કદાચ મહા વેદના વેદે છે, કદાચ અલ્પવેદના વેદે છે, ઉત્પન્ન થયા બાદ વિવિધ પ્રકારે વેદના વેદે છે.
ગૌતમઃ હે ભગવન્ ! જીવ જાણપણથી આયુષ્ય બાંધે છે કે અજાણપણથી આયુષ્ય બાંધે છે?
મહાવીરઃ હે ગૌતમ! જીવ અજાણપણથી આયુષ્ય બાંધે છે. એ રીતે ૨૪ દંડકમાં કહેવું.
ગૌતમ ઃ હે ભગવન ! જીવ કર્કશ વેદનીય (દુઃખથી વેઠવા ) કર્મ બાંધે છે?
મહાવીરઃ હા. ગૌતમ! બાંધે છે.