________________
શ્રી ભગવતી ઉપક્રમ
ભૂત-પ્રાણમાં મન-વાણી કાયાથી, જાતે કરવું, બીજા પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી એ ત્રણ પ્રકારે સંયમથી રહિત છે, વિર તિથી રહિત છે. એકાંત હિંસા કરનાર તથા એકાંત (અજ્ઞાની) છે, પરંતુ જેને જવ વગેરેનું જ્ઞાન છે તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે તે તેનું જ વ્રત સુવ્રત છે. તથા તે સર્વ ભૂતપ્રાણેમાં બધી રીતે સંયત, વિરત, પાપકર્મ વિનાને, કર્મબંધ વિનાને, સંવરયુક્ત, એકાંત, અહિંસક તથા પંડિત છે.
ગૌતમ હે ભગવન! પ્રત્યાખ્યાનનું સ્વરૂપ શું છે?
મહાવીરઃ હે ગૌતમ! (આશ્રવ નહિ કરું એવી પ્રતિજ્ઞારૂપ) પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છેઃ મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન,
૧. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છે. સર્વ કુલગુણ પ્રત્યાખ્યાન અને દેશ મૂલગુણ પ્રત્યાખ્યાન. , તેમાં સર્વ મૂલગુણ પ્રત્યાખ્યાનના પણ પાંચ પ્રકાર છે. (૧) સર્વ પ્રકારની હિંસામાંથી. (૨) સર્વ પ્રકારના અસત્યમાંથી (૩) સર્વ પ્રકારના ચૌર્યમાંથી. (૪) સર્વ પ્રકારના અબ્રહ્મચર્યમાંથી અને, (૫) સર્વ પ્રકારના પરિગ્રહમાંથી વિરામ પામવું તે.
દેશમૂલગુણ પ્રત્યાખ્યાનના પણ પાંચ પ્રકાર છેઃ
(૧) સ્થૂલ હિંસા, (૨) અસત્ય, (૩) ચૌર્ય, (૪) અબ્રહ્મચર્ય અને, (૫) પરિગ્રહમાંથી વિરામ પામવું તે. - - ૨. ઉત્તર ગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનાં છે. સર્વ ઉત્તગુરુ પ્રત્યાખ્યાન અને દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન.
તેમાં સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના ૧૦ પ્રકાર છે. ભવિષ્યમાં જે તપ કરવાનું હોય તે પૂર્વે કરવું તે “અનાગત તપ” પૂર્વે કરવાનું તપ પછી કરવું તે “અતિક્રાન્ત તપ. એક તપ જે દિવસે પૂરું થાય તે જ દિવસે બીજું શરૂ કરવું તે રીતે પ્રત્યાખ્યાનની આદિ અને અંત કેટી મેળવી તે “કેટી સહિત તપ.” નિયમિત દિવસે વિના આવ્યા છતાં અવશ્ય તપ કરવું તે “નિયંત્રિત ત૫.” અપવાદપૂર્વક