________________
કૃષ્ણરાજ ભગવતી શ. ૬ . ૫
મહાવીર ઃ હે ગૌતમ ! તે પાણીને પણ પરિણામ છે. જીવના પણ પરિણામ છે અને પુદ્ગલાના પણ પિરણામ છે. પણ પૃથ્વીના પરિણામ નથી. તે તમસ્કાયમાં સર્વ પ્રાણા, ભૂતા, જીવા અને સત્ત્વ સ્થૂલ વાયુ સ્થૂલ વનસ્પતિ અને ત્રસપણે અનેક વાર અથવા અનંત વાર પૂર્વે ઉત્પન્ન થયા છે. પણ સ્થૂલ પૃથ્વીકાયપણે અને સ્થૂલ અગ્નિકાયપણે નથી થયા.
ܘܡ
(૪૫) કૃષ્ણરાજિ
કૃષ્ણરાજિ એટલે કાળાં પુદ્ગલેાની રેખા. તેવી આઠ કૃષ્ણરાજિઆ છે, ઉપર સનતકુમાર-માહેન્દ્ર કલ્પ ઉપર અને બ્રાલેક કલ્પની નિચે રિષ્ટ વિમાનના પ્રસ્તરમાં તે આવેલી છે. તે જેમ કે એ પૂમાં, એ પશ્ચિમમાં, એ દક્ષિણમાં અને એ ઉત્તરમાં. તેમાં પૂર્વ –અભ્યંતર કૃષ્ણરાજિ, દક્ષિણ-બાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. દક્ષિણ-અભ્યંતર રાજિ, પશ્ચિમ ખાહ્યને સ્પર્શેલી છે; પશ્ચિમ-અભ્ય તર રાજિ ઉત્તર- ખાહ્યને સ્પશે લી છે; અને ઉત્તર-અભ્યંતર રાજિ પૂર્વ-બાહ્યને સ્પર્શેલી છે. પૂર્વની અને પશ્ચિમની એ ખાદ્ય રાજિએ ષટકોણ છે. ઉત્તરની અને દક્ષિણની બે બાહ્ય રાજિએ ત્રાંસી-ત્રિખૂણી છે. પૂર્વની અને પશ્ચિમની એ અભ્યંતર રાજિએ ચાખડી છે, અને ઉત્તરની અને દક્ષિણની એ અભ્યંતર રાજિએ પણ ચાખડી છે,
તે રાજિઓના આયામ અસંખ્યેય ચૈાજન સહસ્ર છે. વિષ્ણુ ભ મુખ્યેય યેાજન સહસ્ર છે, અને પરિક્ષેપ અસ`ખ્યેય ચૈાજન સહસ્ર છે. એક વિપળ જેટલા વખતમાં આખા જમુદ્દીપને એકવીસ વાર ફ્રી આવે એવા દેવ લાગલાગટ અડધા માસ ચાલે તે પણ તેના સચૈય ભાગને પહોંચે, પરંતુ અસંખ્યેય ભાગને ન પહોંચે.
તે રાજિએમાં ગામ વગેરે નથી. મેાટા મેઘા છે, પણ તેને દેવ કરે છે; અસુર કે નાગ નહિ. ( કૃષ્ણરાજ આગળ અસુરકુમારો અને નાગકુમારેાનું ગમન સ ંભવતું નથી. ) સ્થૂળ ગર્જનાના શબ્દોનું મેઘ પ્રમાણે જાણવું. વિગ્રહ ગતિવાળા સિવાય ત્યાં સ્થૂલ અપકાય, સ્થૂળ $ પાણી એ છત્ર અને પુદ્ગલના પરિણામરૂપ જ છે.