________________
શ્રી ભગવતી ઉપમ
અગ્નિકાય અને વનસ્પતિકાય હોઈ શકે નહિ, ત્યાં ચંદ્ર કે સૂર્યની પ્રભા પણ નથી. તે કાળી તથા મહાભયંકર દેવને પણ ડરાવે તેવી છે, તે કૃષ્ણરાજિનાં આઠ નામ છે. કૃષ્ણરાજિ, મેઘરાજિ, મઘા, માઘવતી, વાતપરિધા, વાત પરિક્ષા , દેવપરિધા, દેવ પરિક્ષેભા.
કૃષ્ણરાજિ પૃથ્વીને પરિણામ છે, પણ જળને પરિણામ નથી. તથા જીવને પણ પરિણામ છે અને પુદ્ગલને પણ પરિણામ છે. તેમાં સર્વ પ્રાણે, ભૂત, વગેરે પૂર્વ અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયાં છે, પણ સ્થળ અપકાયપણે, સ્થૂળ અગ્નિકાયપણે અને સ્થળ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થયા નથી.
(૪૬) ધાન્યની સ્થિતિ ભગવતી શ. ૬ ઉ. ૭ ને અધિકાર ગૌતમઃ હે ભગવન્! શાલી, વીહિ, ઘઉં, જવ અને જવજવ એ બધાં ધાન્ય કેટલામાં હય, વાંસના પાલામાં હેય, માંચામાં હય, માળમાં હય, છાણથી લિપ્ત હોય, ઢાંકેલાં હોય, માટી વગેરે વડે મુદ્રિત કરેલાં હોય, તે તેઓની નિ-અંકુરની ઉત્પત્તિમાં હેતુભૂત શક્તિ કેટલો કાળ કાયમ રહે?
મહાવીર ઃ હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂત અને વધારેમાં વધારે ત્રણ વરસ કાયમ રહે છે. ત્યાર બાદ તે નિ લાન થાય છે અને પ્રતિધ્વંસ પામે છે. પછી તે બીજ અબીજ થાય છે.
તે પ્રમાણે કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચેળા, તુવેર અને ચણાનું પણ જાણવું, પણ વધારેમાં વધારે પાંચ વર્ષ જાણવાં. તે પ્રમાણે અળસી, કુસુંભ, કેદરા, કાંગ, બંટી, શણ, સરસવ, અને મૂલક બીજનું પણ જાણવું, પણ વધારેમાં વધારે સાત વર્ષ જાણવાં.