________________
છવના પ્રદેશ ભગવતી શ૬. ઉ–૪. પૂછ્યા તથા ભગવાને પણ તેમને મનથી જ જવાબ આપ્યા, તે સાંભળી સંતુષ્ટ થઈ તેઓ ફરી મનથી જ તેમને વંદનાદિ કરી તેમની પર્યું પાસના કરવા લાગ્યા.
તે વખતે ભગવાનના મોટા શિષ્ય ગૌતમ સ્વામી મહાવીર સ્વામીની પાસે ઉત્કૃષ્ટ રીતે બેસીને ધ્યાન ધરતા હતા. ધ્યાન પૂરું થયા પછી તેમને સંકલપ થયે કે, બે દેવે ભગવાન પાસે પ્રાદુર્ભત થયા હતા, તે કયાંથી અને શા માટે આવ્યા હતા તે હું ભગવાનને પૂછું.
ભગવાને તેમને ઈરાદે તેમને પ્રથમથી જ કહી બતાવીને તેમને તે દેવે પાસે જ શંકા ટાળવા મોકલ્યા. દેવે તેમને આવતા જોઈ હષિત થયા. તથા જલદી ઊભા થઈ ગયા પછી ગૌતમને તેમણે કહ્યું કે, “હે ભગવાન ! અમે મહાશુક કલ્પમાંથી મહાસર્ગ વિમાનમાંથી આવ્યા છીએ; અમે ભગવાનને મનથી જ પૂછ્યું હતું કે, “હે ભગવન ! આપ દેવાનુપ્રિયના કેટલા દિવ્ય સિદ્ધ થશે? ત્યારે ભગવાને અમને મનથી જ જવાબ આપે કે, “હે દેવાનુપ્રિયે! મારા સાતસે શિષ્ય સિદ્ધ થશે.” એ રીતે અમે મનથી જ પૂછેલા પ્રશ્નના જવાબ પણ અમને શ્રવણ ભગવંત તરફથી મન દ્વારા જ મળ્યા તેથી અમે તેમની પપાસના કરીએ છીએ.” એમ કહીને તે દેવે ગૌતમ સ્વામીને વંદન કરી, જે દિશામાંથી પ્રગટયા હતા તે દિશામાં જ અંતર્ધાન થઈ ગયા.
(શ્રી ભગવતી શ. ૫ ઉ. ૪ને અધિકાર)
(૪૩) જીવના પ્રદેશ નિરૂપણ
ભગવતી શ. ૬ ઉ. ૪ને અધિકાર તેનાં દ્વાર ૧૪ (૧) સપ્રદેશદ્વાર (૨) આહારકદ્વાર (૩) ભવ્યદ્વાર (૪) સંજ્ઞીદ્વાર (૫) લેશ્યાદ્વાર (૬) દષ્ટિદ્વાર (૭) સંયત દ્વાર (૮) કષાયદ્વાર (૯) જ્ઞાનદ્વાર (૧૦) ગદ્વાર (૧૧) ઉપગદ્વાર (૧૨). વેદદ્વાર (૧૩) શરીરદ્વાર (૧) પર્યાપ્તિદ્વાર,