________________
શ્રી ભગવતી ઉપક્રમ કદાચ ન લાગે (જ્યારે ગૃહસ્થ મિથ્યાષ્ટિ હોય ત્યારે લાગે, અને સમ્યમ્ દષ્ટિ હોય ત્યારે ન લાગે). વસ્તુ જડ્યા પછી તે બધી ક્રિયાઓ પ્રતનું (અલ્પ-હળવી) થઈ જાય છે.
ગૌતમઃ ભગવદ્ ! કરિયાણું વેચતા ગૃહસ્થનું કરિયાણું કેઈએ ખરીદું, તથા તેને માટે બા'નું આપ્યું. પણ હજુ તે કરિયાણું લઈ જવાયું નથી પણ વેચનારને ત્યાં જ છે, તે તે વેચનાર ગૃહસ્થને તે કરિયાણાથી શું આરંભિકી વગેરે પાંચ ક્રિયા લાગે? તેમ જ તે ખરીદનારને તે ક્રિયાઓ લાગે?
મહાવીર : વેચનાર ગૃહસ્થને બાકીની ચાર લાગે, અને તે પાંચમી મિથ્યાદર્શન પ્રત્યયિકી કદાચ લાગે અને કદાચ ન લાગે. ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનું હોય છે. પરંતુ તે કરિયાણું ખરીદનાર પિતાને ત્યાં લઈ જાય ત્યારે તેથી ઊલટું બને છે. એટલે કે વેચનારને પ્રતનું હોય છે, અને ખરીદનારને મેટા રૂપમાં હોય છે.
ગૌતમઃ ભગવન્! કરિયાણું વેચનાર ગૃહસ્થનું કરિયાણું કઈ ખરીદનાર ખરીદ કરે પરંતુ તેની કિંમત હજુ તેને આપી ન હોય, તે ખરીદ કરનારને તે ધનથી કેવી ક્રિયા લાગે, અને વેચનારને તે ધનથી કેવી ક્રિયાઓ લાગે?
મહાવીર ઃ ઉપર પ્રમાણે ખરીદનારને મેટા રૂપમાં લાગે, અને વેચનારને ઓછા પ્રમાણમાં લાગે.
ગૌતમ ભગવદ્ ! તેની કિંમત આપી દીધા પછી શું થાય?
મહાવીરઃ વેચનારને મોટા પ્રમાણમાં અને ખરીદનારને ઓછા પ્રમાણમાં લાગે.
(૩૫) પુલનું કંપન આદિ
ભગવતી શ. ૫ ઉ. ૭ ને અધિકાર તેનાં દ્વાર ૧૫ (૧) સકંપ અકંપઢાર (૨) છેદન-દહન આદિ દ્વાર (૩) અધ, મધ્ય અને પ્રવેશદ્વાર (૪) સ્પર્શદ્વાર (૫) પરમાણુની