________________
શ્રી ભગવતી ઉપક્રમ
ચાર ક્રિયાઓવાળા છે અને જયારે તે જાળ ધારણ કરી રાખી મૃગને બાંધી મૃગને મારે ત્યારે તે ઉપરની ચાર ઉપરાંત પ્રાણાતિપાત (વધ કરવારૂપી) ક્રિયા મળીને પાંચ ક્રિયાઓવાળા થાય છે.
૪૦
ગૌતમ : હે ભગવન્ ! કોઈ પુરુષ વન–જંગલમાં તરણાં ભેગાં કરી તેમાં આગ મૂકે તે તે કેટલી ક્રિયાઓવાળા કહેવાય ?
મહાવીર : હે ગૌતમ ! જયાં સુધી તરણાંને ભેગાં કરે ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓવાળા છે. આગ મૂકે ત્યારે ચાર ક્રિયાવાળે છે અને ખાળે ત્યારે પાંચ ક્રિયાઓવાળા છે.
:
ગૌતમ ! હે ભગવન્ ! હરણાથી આજીવિકા ચલાવનાર શિકારી વન-જ’ગલમાં કાઈ હરણને મારવા ખાણ ફેંકે તેા તે કેટલી ક્રિયાઓવાળા થાય ?
મહાવીર : હે ગૌતમ ! જયાં સુધી તે ખાણુ ફેકે છે ત્યાં સુધી તે ત્રણ ક્રિયાઓવાળા છે, મૃગને વાધે છે ત્યાં સુધી ચાર ક્રિયાઓવાળા છે અને મૃગને મારે છે ત્યારે તે પાંચ ક્રિયાઓવાળા થાય છે.
:
ગૌતમ : હે ભગવન્ ! કોઇ પાધિ મૃગને મારવા ખાણુ ધનુષ્ય ઉપર ચડાવી કાન સુધી ખેંચે તેવામાં તેને શત્રુ આવી તેનું માથુ' તલવારથી કાપી નાખે, પરંતુ પેલું ખાણ છટકી પેલા મૃગને વીંધે, તા મૃગની હત્યા પેલા શત્રુને લાગે કે પારધિને જ ?
મહાવીર : મૃગની હત્યા પેલા પારધિને જ લાગે છે. પેલા શત્રુને તે પાધિની જ હત્યા લાગે. કારણ કે ‘ જે વસ્તુ કરાતી હોય તે પણ કરાઈ જ કહેવાય.' એ ન્યાયે પેલા પારધિએ મૃગને માર્યાં જ છે એટલે વિશેષ છે કે મરનાર છ માસની અંદર મરે તે મારનાર પુરુષ પાંચેય ક્રિયાઓવાળા થાય. પણ છ માસ પછી મરે તે પાશ્તિાપનિકી સુધીની ચાર ક્રિયાવાળા જ થાય, પ્રાણધરૂપી પાંચમી ક્રિયા તેને ન લાગે.
20