________________
શ્રી ભગવતી ઉપમા
ગૌતમ : ભગવદ્ ! તેનું શું કારણ?
મહાવીર પ્રમત્ત મનુષ્ય ઘી વગેરેથી ખૂબ ચીકાશદાર (પ્રણિત) પાનજન કરે છે. તે પ્રણિત પ્રાણ ભેજન દ્વારા તેનાં હાડ અને અને હાડમાં રહેલી મજા ઘન થાય છે, તથા તેનું માંસ અને લેહી પ્રતનું (કૃશ) થાય છે. વળી, તે ભેજનના પુદ્ગલે શ્રોત વગેરે ઈદ્રિયોપણે, હાડપણે, હાડની મજા પણે, કેશપણે, સ્મશ્રપણે, રેમપણે, નખપણે, વીર્યપણે અને લેહીપણે પરિણમે છે. . પરંતુ અપ્રમત્ત મનુષ્ય તે લૂખું પાનજન કરે છે. એવું ભેજન કરીને તે વમન કરતું નથી. તે લુખા પાનભેજન દ્વારા તેના હાડ, હાડની મજજા, વગેરે કૃશ (પ્રતનું) થાય છે. અને તેનું માંસ અને લેહી ઘન થાય છે. તથા તે ભેજનના પગલે વિષ્ટા, મૂત્ર, લીં, કફ, વમન, પિત્ત, પૂતિ અને લેહીપણે પરિણમે છે. તે કારણથી અપ્રમત્ત મનુષ્ય વિકુણ કરતું નથી.
અપ્રમત્ત એટલે રાગદ્વેષરહિત શુદ્ધ ઉપગવાળા જીવને ક્રિય આદિ શક્તિ ફેરવવાની ઈચ્છા થતી નથી.
[૨૮] વાયુની મંદતા અને તીવ્રતા
ભગવતી શ. ૫ ઉ. ૨ નો અધિકાર ગૌતમઃ ભગવન્! ઈષપુરવાત (એટલે થોડી ભીનાશવાળા) પથ્થવાત (એટલે વનસ્પતિ વગેરેને હિતકર) મંદવાયુ અને મહાવાયુ વાય છે?
મહાવીરઃ તે વાયુઓ બધી દિશાઓમાં અને ખૂણાઓમાં છે. જ્યારે પૂર્વમાં ઈષપુરવાત વગેરે વાયુ વાય છે ત્યારે તે બધા પશ્ચિમમાં પણ વાય છે, અને જ્યારે પશ્ચિમમાં તે બધા વાય છે ત્યારે પૂર્વમાં પણ તે બધા વાય છે. એમ બધી દિશાઓ અને ખૂણાઓમાં સમજવું.
વળી, તે બધા વાયુઓ દ્વીપમાં તેમજ સમુદ્રોમાં પણ હોય છે. પરંતુ એટલે ફેર છે કે જ્યારે દ્વીપના વાયુ વાતા હોય છે ત્યારે સમુદ્રના નથી વાતા, અને જ્યારે સમુદ્રના વાતા હોય ત્યારે દ્વીપના નથી વાતા.