________________
શ્રી ભગવતી ઉપક્રમ છે. પ્રશ્ન : હે ભગવંત! નિંદા એ સંયમ છે કે અનિંદા
ઉત્તર : હે કાલાસ્યવેષીપુત્ર ! (અહીં) નિંદા એ સંયમ છે. પણ અનિંદા નહિ. (ની) નિંદા બધા દોષને નાશ કરે છે. આત્મા સર્વ મિથ્યાત્વને (અવિરતિને જાણીને નિંદા દ્વારા બધા દોષને ત્યાગ કરે છે. એ પ્રમાણે અમારે આત્મા (નિંદા દ્વારા ઊલટો) સંયમમાં સ્થાપિત થાય છે.
આ સાંભળી કાલાસ્યવેષીપુત્રને ભાન આવ્યું અને તે પેલા ભગવંતેને નમસ્કાર કરી બોલ્યાઃ હે ભગવંત! પૂર્વે અજ્ઞાન હોવાથી, સત્ શાસ્ત્રનું શ્રવણ ન હોવાથી આવાં પદો મેં સાંભળ્યાં ન હતાં, ચિંતવ્યાં ન હતાં, નિર્ણત કર્યા ન હતાં તથા તેઓમાં મેં શ્રદ્ધા, પ્રીતિ કે રુચિ કરી ન હતી. પરંતુ હવે તે હું તેમાં શ્રદ્ધા, પ્રીતિ તથા રૂચિ કર છું. હે ભગવંતે! તમે જેમ કહે છે તે એ પ્રમાણે છે. - ત્યાર બાદ ભગવંતની અનુજ્ઞાથી કાલાસ્યવેષીપુત્રે ચાર મહાવ્રતવાળે ધર્મ (પરિગ્રહેલી સ્ત્રી ભેગવાય છે, એમ કહીને પાર્શ્વનાથના મતમાં મૈથુનને પરિગ્રડમાં જ સમાયું છે.) મૂકી પ્રતિકમણવાળે અને પાંચ મહાવ્રતવાળે ધર્મ સ્વીકાર્યો.
ત્યાર પછી તે સાધુએ ઘણાં વર્ષો સુધી સાધુપણું પાળ્યું અને એ પ્રયજન સારુ નગ્નપણું, મુંડપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, જેડા ન પહેરવા, ભેંય પથારી કરવી, પાટિયા ઉપર સૂવું, લાકડા ઉપર સૂવું, કેશને લેચ કરે, બ્રહ્મચર્ય પૂર્વક રહેવું, ભિક્ષા માટે બીજાને ઘેર જવું, ભિક્ષા મળે કે ન મળે અથવા ઓછી મળે એ સહન કરવું તથા અનુકૂળ અને પ્રતિકૂળ બાવીસ પરિષહોને સહન કરવા એ બધું કર્યું. પછી છેલ્લા શ્વાસોશ્વાસ વખતે તે કાલાસ્યવેષીપુત્ર સિદ્ધ થયે, બુદ્ધ થયે અને મુક્ત થયે.
(૨૦) એક સાથે એક જ વેદ હોય ગૌતમ: હે ભગવન્! અન્યતીર્થિકે એમ કહે છે કે, “કોઈ પણ નિર્ગથ મર્યા બાદ દેવ થાય છે, તે દેવ ત્યાં બીજા દેવે સાથે કે બીજા દેવેની દેવીઓ સાથે વિષયસેવન કરતું નથી તેમ જ