________________
પૂર્વા તથા ઉત્તરાર્ધાંને વસ્તુ, શૈલી અને ભાષાની દૃષ્ટિએ તપાસતાં પૂર્વાધ ઘણું જ જૂનું અને ઉત્તરાર્ધ તેની અપેક્ષાએ આધુનિક ઠરે છે. પૂર્વાધ તત્ત્વજ્ઞાનને ગ્રન્થ છે, ઉત્તરાધ ધાર્મિક યમનિયમખેાધક ગ્રન્થ છે.
સમયવિચાર
હવે પૂર્વાર્ધના સમય કયા તે ઉપર ટૂંકાણુથી વિચાર કરી લઈ એ. પૂર્વા જે તત્ત્વજ્ઞાનનેા ગ્રન્થ છે તેને ખીજા કાઈ તત્ત્વજ્ઞાનના ગ્રન્થની સાથે સામ્ય છે કે કેમ તે તપાસીએ. આ સમાનતા (૧) માત્ર ભાષાની, (૨) માત્ર વિચારાની, (૩) ભાષા અને વિચારા ઉભયની~ એમ ત્રણ પ્રકારની હેાય છે. તેમાં ઉત્તરાત્તર સમાનતા પૂર્વી પૂ કરતાં અલવત્તર ગણાય છે. આવી સમાનતા શ્રી આચારાંગસૂત્રને શ્રીમદ્ભગગીતા સાથે ઉધાડી રીતે દેખાઈ આવે છેઃ
શ્રી ગીતા અને શ્રીઆચારાંગ
શ્રીમદ્ ભગવદ્ગીતાના કેટલાક વિચાર। શ્રી આચારાંગસૂત્રને અનુરૂપ છે. એટલું જ નહિ પણ ઘણાય શબ્દો, વાખ્યા અને પારિભાષિક શબ્દો પણ ઉભયમાં અદ્ભુત રીતે મળતા છે. ચેડાં ઉદાહરણા તપાસીએઃ જ્ઞાનથી મેાક્ષ મળે છે. આ બાબત ઉપર શ્રી ગીતા જેટલેા જ ભાર શ્રી આચારાંગ મૂકે છે. અજ્ઞાન અને કષાયેા અન્ય અને પુનર્જન્મના હેતુ છે એ વાત શ્રી આચારાંગ જેટલી જ શ્રી ગીતામાં સ્પષ્ટ છે. રઇન્દ્રિયામાં વિષયસંપર્કથી રાગદ્વેષ અનિચ્છિાએ પણુ ઉત્પન્ન થાય છે, એ માનસશાસ્ત્રને ઝીણા પણ ઉપયાગી સિદ્ધાંત બન્નેમાં તરતા દેખાય છે. ઘણા શબ્દે એક જ રૂપે અને લગભગ એક જ અમાં બન્ને ગ્રન્થામાં વપરાયા છે. જીએઃ
૧ આવારાંશ . સૂ. ૧૭ ર આવા અ ૧, ૩, ૨.
વગેરે સ્થળે.
સૂ॰ ૧૦ વગેરે સ્થળે.
૪૫