________________
પાદાપગમનરૂપ મરણથી મેક્ષ સાધવાના પ્રકાર તથા નવમામાં શ્રી મહાવીરના જીવનમાંથી ઉદાહરણા—આ પ્રમાણે ગેડવણ છે.
આ ઉપરથી જણાય છે કે પ્રત્યેક પાછળનું અધ્યયન પ્રત્યેક પૂર્વના અધ્યયનમાંથી નૈસર્ગિક રીતે ફલિત થતું આવે છે. તેથી અધ્યયન ૧ થી ૯ સુધીના ગ્રન્થ અવિચ્છિન્ન અને રવયં સમ્પૂર્ણ હોય એમ લાગે છે, ખીજા ભાગમાં સાધુઓ માટે આહારશુદ્ધિના નિયમે, નિવાસસ્થાન, વિહાર, વાહન, વસ્ત્રપાત્ર, અભ્યાસ, પરસ્પરવ્યવહાર, ગૃહસ્થ સાથેને વહેવાર, વગેરેના નિયમે આપ્યા છે. કયાં પહેલા વિભાગના છ જીવનકાય જેવા તત્ત્વજ્ઞાનની મીમાંસા કે પાદપાપગમનાદિ મરણના ઉપદેશની ઉચ્ચ ભૂમિકા અને કયાં વજ્રપાત્રાદિની સંભાળના નિયમપેટાનિયમની શૃંખલાએ ? આ ઉપરથી એટલું તે જાય છે કે શ્રી આચાફંગસૂત્ર એછામાં એછા એ વિભાગનું બનેલું છે—એક તત્ત્વજ્ઞાન ચન્તનાદિના, બીજો સાધુઓ માટે યમનિયમેાના; અને બન્ને ભાગાનું સ્તુ અત્યન્ત વિભિન્ન છે.
હવે રોલી વિષે વિચાર કરીએ. બીજો આખા સ્કંધ ( છેલ્લું ાવ્યમય અધ્યયન બાદ કરતાં ) મુખ્યતઃ ગદ્યમાં લખાયેલ છે અને તે ગદ્ય જૈનબૌદ્ધ શૈલીનું એટલે આવન પુનરાવર્તનવાળું તથા પર્યાયપ્રપર્યાયના બાહુલ્યવાળુ છે. જ્યારે પૂર્વ સ્કન્ધની શૈલી તદ્દન જુદી જ છે. આ શૈલી કેવલ ગદ્યની અને ાદ્યપદ્યના મિશ્રણની છે. મેટા ગદ્યના ફકરા પછી મેાટા પદ્યના કરા આવ્યા કરે છે.૨ એટલું જ નહિ પણુ અક્કેક ખષ્ણે ગદ્ય મા પછી એકાદ બે પદ્યો આવે છે. કયારેક તા ગદ્યની વચમાં
આકર્ષક શૈલી
અને પુરાતત્ત્વ
૧ ઉદાહરણ, અધ્યયન છે.
૨ ઉદાહરણ, અ. ૩. ઉ. ૩;
અ. ૮ વગેરે.
૩ ઉદાહરણ, અ. ૩, ૬. ૨; અ. ૮. ઉ. ૩. વગેરે.
૪૩