________________
એક જ સમયે તેમજ એક જ હાથે રચાયેલ ન હોય. “સ્કન્ધ’ શબ્દ સામાન્ય રીતે શરીરને અને વિશેષ રીતે ગ્રન્થના શરીરને વાચક છે, અને ચૂલિકા' શબ્દ પરિશિષ્ટનો બાધક છે. જેથી આપણને એમ અનુમાન થાય છે કે મૂળ આચારાંગગ્રન્થ અધ્યયન ૧ થી ૯ જેટલો જ હોય, અને બાકીનો ભાગ પાછળથી ધીરેધીરે એક અથવા અનેક વ્યક્તિએ ઉમેર્યું હોય.
ભાષાની, શૈલીની અને વસ્તુની દષ્ટિએ આ અનુમાનને સબળ આધાર મળે છે, માટે તે મુદ્દાઓ વિગતથી તપાસીએ
શ્રી આચારાંગસૂત્રનું વસ્તુ આ પ્રમાણે છે. પહેલા અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં સંસારના બંધનું કારણ અને પુનર્જન્મના પ્રાજક
હેતુઓ ઉપર વિચાર છે, જેમાં હંતા, મમતા વસ્તુ દશન એ સર્વ દુઃખનું મૂળ છે એમ પ્રતિપાદન કર્યું
છે. તે દ્વારા થતી હિંસા અટકાવવા માટે બાકીના ઉદેશમાં પૃથ્વી, અપૂ, તેજસ, વનસ્પતિ, ત્રસ અને વાયુકાયની હિંસાના પરિહારે સંપૂર્ણ મીમાંસાપૂર્વક બતાવ્યા છે. બીજા અધ્યયન (કવિ)માં માતાપિતાથી શરૂ કરી સંબંધમીમાંસા આદિ વિષયો પર કેવી રીતે વિજય મેળવવો તે બતાવ્યું છે. ત્રીજા (શતીય) અધ્યયનમાં સુખદુઃખ સહિષ્ણુતા, ચેથા (સમ્યક ત્વ)માં તત્ત્વજ્ઞાન, પાંચમા (લેકસાર)માં સુમાર્ગે જવાનાં બેધવચને, છઠ્ઠા (ધૂત)માં આત્માને કર્મના મેલથી કેમ દૂર રાખવો તે, તથા આઠમા ( કુશીલપરિત્યાગ )માં ભક્તપરિણા, ઈતિમરણ અને
(૧) શ્રીમદ્ભાગવતપુરાણના વિભાગસૂચક ભાગોને કર્યું કહે છે.
૨ શ્રી દશવૈકાલિક સત્રમાં દશ અધ્યયન પછી નૃસ્કિાઓ આવે છે. ત્યાં તેઓ દેખીતી રીતે પરિશિષ્ટ જ છે, કેમકે બ્રાઝિલ દશ અધ્યયન પછી જ પૂરું થાય એ સ્પષ્ટ છે.