________________
પદ્યના એકબે પાદ એવી રીતે સેળભેળ થયા હોય છે કે તેને જુદા પાડવા કઠણ થઈ પડે છે. આ મિશ્ર શૈલી ઘણી જૂની છે. એતરેય બ્રાહ્મણ, ઉપનિષદો અને કૃષ્ણ યજુર્વેદમાં આ શૈલી પૂર્ણતાએ પહોંચેલી દેખાય છે. જ્યારે ગદ્યમયી શૈલી અપેક્ષાએ આધુનિક છે. બીજું, જે પદ્યખડે ગદ્યાન્તર્ગત ભાસે છે તે વેદકાલીન અને તેવા બીજા જૂના ત્રિપ્ટમ્, અનુણ્યભૂ જેવા છંદોના કકડા છે. એ પણ શૈલીની પ્રાચીનતાસૂચવે છે, તથા પૂર્વાર્ધઉત્તરાર્ધની વિભિન્નતા પ્રતિપાદન કરે છે.
ભાષાની દષ્ટિએ તપાસતાં સમસ્ત જૈન આગમમાં શ્રીઆચારાંગની ભાષા પ્રાચીનતમ છે; પૂર્વાર્ધમાં આર્ષમાગધી (એટલે
અર્ધમાગધી) નાં નામ, ક્રિયાપદ, સર્વનામનાં ભાષાદષ્ટિ જૂનાં રૂપે ઉત્તરાર્ધ કરતાં વધારે પ્રમાણમાં
મળી આવે છે. વર્તમાન ત્રી. પુ. એ. વ. પરસ્મ-તિ પૂર્વાર્ધમાં–ત જ રહે છે. (ઉદા. અ. ૨, ઉ. ૧ મુશતિ) જ્યારે ઉત્તરાર્ધમાં તે રુ તરીકે વારંવાર દેખાય છે. (ઉદા. રિક વગેરે ) વાકયરચનામાં પણ પૂર્વાર્ધનાં વાક્યો સાદાં અને ટૂંકાં છે. ઉત્તરાર્ધમાં મિશ્ર, સાલંકાર અને લાંબાં છે. તેઆ રીતે
૧ અ. ૪, ઉ. ૪, સૂત્ર ૨૫૮; અ. ૩, ઉ. ૪. સૂત્રર૧૪-૨૧૬. ર શુના શેપની થાનું ઉદાહરણ સૌથી જાણીતું છે. ૩ છોગ્ય અને બૃહદારણ્યકમાં આ સ્થિતિ ઠેરઠેર છે. ૪ લગભગ આખેય કૃષ્ણયજુર્વેદ અ શૈલીમાં લખાયેલ છે. પ-૬ અ. ર, ઉ. ૪. સુત્ર ૧૦૮–૧૧૨ના કકડા આવા જ છે.
૭ છે. શબ્રિગે આવા કકડાઓનો ઉદ્ધાર કરવા તથા તેનાં મૂલ શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે અને તેમાં તેમને ખુબ જ સફળતા મળી છે. જુઓ “Words of Mahavira' નો ઉપોદઘાત.
( ૮ પ્રો. બ્રિગે આ બાબત વિચારથી ચચી તેથી તેની પુનરુક્તિ અહીં અસ્થાને છે.