________________
સામાયિક-વિજ્ઞાન શ્રી ભગવતી સૂત્રના પ્રથમ શતકના નવમા ઉદ્દેશમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચતુર્યામ ધર્મને માનનારા શ્રી કાલાસ્યષિ અણગારે ભગવાન મહાવીરના પંચમહાવ્રતધારી
વિરેને કેટલાક પ્રશ્નો પૂછયા હતા, એ ઉલ્લેખ છે. તેમાંને એક પ્રશ્ન એ હતું કે “જે મે જ્ઞો સારૂ ?
મે જો સામારૂબરૂ બ ?” “હે આર્ય ભગવંતે ? આપનું સામાયિક શું? અને સામાયિકને અર્થ શો ?” એ વખતે સ્થવિરેએ જણાવ્યું કે “ગાયા અજ્ઞો સામારૂપ, સાચા ને વાન્નો સામારૂબરૂ ” “હે આર્ય ભગવંતે! આમા એ અમારું સામાયિક છે અને આત્મા એ જ એને અર્થ છે. તાત્પર્ય કે આત્મશુદ્ધિ એ અમારું સામાયિક છે અને એ આત્મશુદ્ધિ પ્રત્યે લઈ જનારા જે જે ઉપાય છે, તે પણ સામાયિક છે.
મોક્ષપ્રાપ્તિનું સહુથી નજીકનું કારણ સમ્યફ ચારિત્ર મનાય છે, પણ એ સમ્યક ચારિત્રને પાયે સામાયિકથી જ નંખાય છે. તે અંગે કહેવાયું છે કે
सामायिकं गुणनामाधारः खमिव सर्वभावानाम् । न हि सामायिकहीनाश्चरणगुणान्विता येन ॥
જેમ સર્વ પદાર્થોને આધાર આકાશ છે, તેમ સર્વે ગુણોને આધાર સામાયિક છે. જેને સામાયિક નથી, તે ચરણગુણથી એટલે કે સમ્યફ ચારિત્રથી યુક્ત બની. શતા નથી.”