________________
૧૯૪
સામાયિક–વિજ્ઞાન
જ થાય કે જ્યારે તમે મારું મન આ રીતે પૂરેપૂરું વશમાં
"
લાવી દો.
સંગ્રામમાં એક લાખ સુભટને જીતવા કરતાં એક મનને જીતવાનું કામ વધારે અઘરૂ છે. તે ઘણા પ્રયત્ને ઘણા અભ્યાસે જીતી શકાય છે, તેથી તેને દુરારાધ્ય કહેવામાં આવ્યું છે. સામાયિકની સાધનાને સ્વીકાર કર્યા પછી દરેક તીર્થંકર આ દુરારાધ્ય મનને પૂરેપૂરું જીતી લે છે, તેથી તેઓ સમભાવની સિદ્ધિ કરીને સજ્ઞ અને સદશી ખની શકે છે તથા ધ રૂપી તીની સ્થાપના વડે તીથંકરપદ સાક કરી શકે છે. જો આપણે પણ સામાયિકની–સમભાવની સિદ્ધિ કરવી હાય તે! આ દુરારાધ્ય મનને પૂરેપૂરું છતી લેવાને દૃઢ સંકલ્પ કરવા જોઇએ અને તે માટે પદ્ધતિસરનો પૂરા પ્રયત્ન કરવાની તૈયારી રાખવી જોઇએ.
આ સંબંધમાં શાસ્ત્રકારોના ઘેાડા શબ્દો સાંભળી લો : दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथप्रदर्शिनी । एकैव मनसः शुद्धिः समाम्नाता मनीषिभिः ॥
6
વિદ્વાન પુરુષોએ એક મનઃશુદ્ધિને જ મેાક્ષમા દેખાડનારી અને ન બુઝાય તેવી દીપિકા કહેલી છે.’ सत्यां हि मनसः शुद्ध, सन्त्यसन्तोऽपि सद्गुणाः । सन्तोऽप्यसत्यतां नो सन्ति सैव कार्या बुधैस्ततः ॥
જો મન:શુદ્ધિ થયેલી હાય તેા અવિદ્યમાન ગુણા આવી મળે છે અને ગુણ્ણા વિદ્યમાન હોય છતાં મનઃશુદ્ધિ