________________
માયા અને લાભને હટાવા
૩૦૯
એક વાર તે માલ વેચીને પેાતાના દશ ખાલી ઘેાડા સાથે પાછે. આવતા હતા. એવામાં સિદ્ધ ટેકરી નામનુ સ્થાન આવ્યું. અહીં કોઈ ચૈાગી કે સિદ્ધ પુરુષ જરૂર હશે, એમ માની તેણે ચારે તરફ નજર ફેરવવા માંડી. ત્યાં તેની નજર સાધુ જેવા મનુષ્ય પર પડી. એટલે તેની પાસે જઈ હાથ જોડી કહેવા લાગ્યા : મહારાજ ! હું ગરીબ માણુસ છેં. ધન મેળવવા માટે ઘણાં ફાંફાં માર્યાં, પણ આજ સુધી તેમાં મારું કઇ વળ્યુ નથી. જો આપ કૃપા કરીને કોઈ જગાએ ધનના ખજાના બતાવા તો મારુ કામ થઈ જાય. આપના ઉપકાર હું જીવનભર નહિ ભૂલું. '
6
6
પેલા સાધુ જણાતા માણસે કહ્યું કે · કદાચ તને ધનના ખજાના બતાવવામાં આવે તે પણ તેમાંનુ ધન તું તારે ઘરે શી રીતે લઈ જઈશ ? ' ઘેાડાવાળાએ કહ્યું ઃ ૮ મારી પાસે દશ ઘેાડા છે, તે પર લાદવાની વીશ પેટીઓ છે અને તેને બંધ કરવાની બધી સામગ્રી પણ છે, આ રીતે ખજાનાનું ધન લઈ જવા માટે મારી પાસે બધી તૈયારી છે.’
આ સાધુ જેવા દેખાતા માણસ એક માંત્રિક હતો. તેણે કોઈ માંત્રિક પુરુષ પાસેથી ધનભંડાર મેળવવાના મંત્ર મેળવ્યેા હતેા અને તેનું સ્થાન પણ જાણ્યુ હતું, પરંતુ મંત્ર આપનાર ગુરુએ કહ્યું હતું કે · એ ધનભંડારમાંથી તારા હાથે કઈ પણ ઉપાડી શકાશે નહિ. એ કામ તારે બીજા પાસે કરાવવુ.’ એટલે તે માંત્રિક તેવા માણસની શેાધમાં હતા.